અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોબાઇલની દુકાન માંથી ત્રણ લાખની ચોરી

અમરેલી,

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર ના મધ્યમાં આવેલી સરગમ મોબાઈલ નામની દુકાનમાંથી રૂપિયા ત્રણ લાખ ના મોબાઇલની ચોરી થતાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ચોરીની જાણ થતાં જ અમરેલીના ડી.વાય.એસ.પી. રાણા બગસરાના પી.આઇ. મકવાણા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દુકાનના માલિક ઈદ્રીશભાઈ એ અલગ અલગ કંપનીના મોબાઇલ અંદાજે ત્રણ લાખ રૂપિયા ની કિંમત ના ચોરી થયાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. બગસરા શહેર માં આ ચોરીના બનાવથી લોકોમાં પેટ્રોલિંગ વધારવાની માંગ થઇ રહી છે.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment