હિન્દ ન્યૂઝ, કોડીનાર, બુખારી મોહલ્લામાં ગતમોડી રાત્રીના મુસ્લિમ સગીરાએ પ્રેમ પ્રકરણમાં પહેલા ફિનાઈલ પી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રમેશભાઈ વાઢેરે આપેલી વિગત મુજબ બુખારી મોહલ્લામાં રહેતા મેહબુબઅલી મહમદહુસેન નકવીની ૧૭ વર્ષિય સગીર પુત્રીએ તેની પાસે સંતાડીને રાખેલા મોબાઈલમાં કોઈક જોડે વાતચીત કરી રહી હોય આ અંગે સગીરાના પિતા મહેબુબ અલીએ કોની સાથે વાત કરી રહી છે તેમ પુછી મોબાઈલ લઈ ચેક કરતા મિસમ નામના ડિસ્પ્લે ઉપર આવતા તેજ નંબર ઉપર ફોન કરી તપાસ કરતા બાજુમાં જ રહેતા મિસમ દિલાવરહુસેન કાઝીએ…
Read MoreMonth: September 2020
નગરપાલિકા અને થરાદ પોલીસ દ્વારા માસ્ક અભિયાન ચલાવવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, થરાદ વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી ધમધમી રહી છે ત્યારે થરાદમાં ફરી કોરોનાએ એકવાર માથું ઉંચકતા કેશોમાં વધી રહ્યા હોઈ થરાદની નગરપાલિકા અને થરાદ પોલીસ દ્વારા માસ્ક અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન બુધવારના રોજ સવારના સમય ૧૦ થી ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અભિયાન યોજાયું હતું. જેમાં માસ્ક ન પહેરનાર વાહનચાલકો અને રાહદારીઓને ૨૦૦ રૂપિયાની પાવતી સાથે એક માસ્ક આપી માસ્ક ફરજીયાત પહેરો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે થરાદ નગરપાલિકા અને પોલીસના જાગૃતિ અભિયાનથી માસ્ક ફરજીયાત પહેરવાનો સંદેશો પાઠવ્યો હતો. રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ
Read Moreહડિયાણા ખાતે મહિલાઓ દ્વારા અધિક આસો માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજા અર્ચના
હિન્દ ન્યૂઝ, હડિયાણા હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક આસો માસ નિમિત્તે કાઠા ગોરમાં ની દરરોજ સવારે પૂજન, કીર્તન કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે. મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા સમગ્ર ભારત દેશ ના લોકો કોરોનની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા…
Read Moreરાજકોટ ખાતે ‘જનતા રાજ’ દ્વારા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે ‘જનતા રાજ’ દ્વારા વોર્ડ નંબર 18 માં પીવાના પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 18 ના રહીશોની રજૂઆત છે કે ત્યાં કોર્પોરેશનનું જે પાણી આવે છે જેમાં ખૂબ જ ખરાબ વાસ આવે છે અને થોડું ડહોળું ગંદકી યુક્ત પાણીની સપ્લાય થાય છે. આવા ગંદા પાણીની સમસ્યાથી ત્યાં રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય છે. સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી પણ કોઈ આજ દિન સુધી પગલા લેવાયા નથી તેના માટે ‘જનતા રાજ’ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવેલ છે. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read Moreસુરત માંગરોળ પોલીસે કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા
હિન્દ ન્યુઝ, સુરત સુરત જીલ્લાના માંગરોળની પોલીસે બાતમીના આધારે ચરેઠા-કોસાડી માર્ગ પરથી કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા. માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી, પરેશકુમાર કાંતિલાલ, અમૃત ધનજી વગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન PSI નાયીને ખાનગીરાહે બાતમી મળી કે એક ગાડીમાં ગાય અને વાછરડા ભરીને કોસાડી લઈ જવાના છે. ઉપરોક્ત બાતમીના આધારે પોલીસ ટીમે ચરેઠા – કોસાડી માર્ગ ઉપર વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ GJ.19.X.5755 આવતા એને ઉભી રાખવા પોલીસે ઇસારો કરતા, ચાલક ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કરતાં…
Read Moreભારતીય કિસાન સંઘના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યુ…….
હિન્દ ન્યૂઝ, રાજકોટ, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ જીલ્લો રાજકોટ થી રાજકોટ ડેરી અંદર મેનેજમેન્ટનો વાહિયાત બચાવ ફોર્મ રાજકોટ કરેલા ઉમેદવારનું ચૂંટણી ના હાઇકોર્ટ નું રીઝલ્ટ ન આવે ત્યાં સુધી વહીવટદારની નિમણુંક કરવા બાબતે કલેકટર કચેરીએ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read Moreભાભર તાલુકાના કુવાળા ગામે ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી
હિન્દ ન્યુઝ, ભાભર ભાભર તાલુકાના કુવાળા ગામ ના બસ સ્ટેન્ડ થી નજીક માં આવેલા એક પાર્લરમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં પાર્લર તથા બાજુ માં ટાયર પંચર ની દુકાન પણ આગ ની ઝપેટ માં આવી હતી. બંને દુકાનો કુવાળા ગામ ના ઠાકોર ઈશ્વરભાઈ હેમતભાઇ ની હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પાર્લરમાં રાખેલ રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આમ અચાનક આગ ફાટી નીકળતા લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુ કરી હતી. ત્યારે બાદ માં ભાભર ફાયર ફાઇટર ઘટના સ્થળે…
Read Moreવિરમગામ ના રેહવાસી ફૈયાઝ હુશેન ની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ ના રેહવાસી બાહોશ નીડર યુવા પત્રકાર ફૈયાઝ હુશેન ની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક કરવામાં આવી છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી દ્વારા કર્મનિષ્ઠા , લગન , સમાજસેવા તેમજ સામાજિક સંગઠનાત્મક કાર્યો ને ધ્યાને રાખીને વિરમગામ શહેર ના બાહોશ નીડર યુવા પત્રકાર અને હંમેશા લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી ખુબ જ ટૂંકા સમયગાળામાં પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ફૈયાઝહુશેન રજ્જાકભાઈ ને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી માં વિરમગામ તાલુકા સહિત જીલ્લા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં…
Read Moreછાપી ગામના ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને સોલાર લાઈટોનું વિતરણ કરવામાં આવ્યુ
હિન્દ ન્યુઝ, છાપી બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના મુળ વતની અને હાલ માં મુંબઈ ખાતે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ માનવ સેવા એજ પ્રભુ સેવા ની ઉત્તમ કામગીરી કરતા લોકો ના દિલ માં એક આગવું સ્થાન મેળવેલ છે. ગરીબ લોકોમાં લોકડાઉન થી લઇ અને આજ સુધી લોક સેવા કરી ગરીબ લોકોને જરૂરિયાત મુજબ રાસન કિટો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુંબઈ મા નોકરી-ધંધાના કામ અર્થે રહેતા સોહેલ ઉસ્માન નેદરીયા એ લોકડાઉન થયું તે દિવસથી મનમાં એક વિચાર આવ્યો હતો કે કુદરતે તેમને જે આપ્યું છે તેમાંથી લોકોને કંઈક…
Read Moreજિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે “પોષણ અભિયાન-પોષણ માહ” અંતર્ગત વેબીનાર યોજાયો
હિન્દ ન્યૂઝ, રાજપીપલા, તા. 22-09-2020નાં રોજ મહિલા અને બાળ વિભાગ દ્રારા કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને ચરિતાર્થ કરવા દર વર્ષે પોષણ માહની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માહ સંદર્ભે વેબીનાર યોજાયે હતો. જિલ્લા બાગાયત નિયામક એન.વી.પટેલે કિચન ગાર્ડન એટલે શું ? કિચન ગાર્ડન કેમ કરવું જોઇએ, કિચન ગાર્ડનમાં બાગાયત પાક કયા વાવી શકાય તે અંગેની વિસ્તૃત સમજ ખેડૂતોને પૂરી…
Read More