રાજકોટ, તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવાથી લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે. સોશિયલ મીડિયા પરથી અનાધિકૃત માહિતીથી ચેતો અને સમાજમાં ભયની લાગણીના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read MoreMonth: September 2020
આરોગ્ય કર્મી સાથે રીવ્યુ મિટિંગ યોજી માર્ગદર્શન આપતાં જિલ્લા કલેકટર અને કમિશનર
જામનગર, હિન્દ ન્યૂઝ તા. 11 સપ્ટેમ્બર, આજ રોજ ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટી સભાખંડ ખાતે કલેકટર રવિ શંકર અને કમિશનર સતીસ પટેલ દ્વારા કામદાર અને વિશ્રામ વાડી આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર અને નર્સીંગ સ્ટાફ, આશા વર્કરો, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્ય કર્મી ઓ સાથે રીવ્યુ મિટિંગ યોજાઈ હતી. જેમાં કલેકટર રવિશંકર, અને કમિશનર સતીશ પટેલ દ્વારા આરોગ્ય કર્મી ઓ ને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર
Read Moreજેતપુર ખાતે માનવતાનું ખરું ઉદાહરણ પુરુ પાડતા તરુણ પંડ્યા
જેતપુર, આજકાલ માત્ર ફોન કરી બેંક ખાતાધારકના એ.ટી.એમ. કાર્ડના નંબર અને CVV નંબર મેળવી અથવા તો એ.ટી.એમ. કાર્ડ ક્લોન કરી ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવે છે. પરંતુ જેતપુરના તરુણ ઘનશ્યામભાઈ પંડિયાને સિવિલ હોસ્પિટલ પાસેથી એક પર્સ મળી આવ્યું હતું. જે ખોલીને જોતા પર્સમાં આધારકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ વગેરે જેવા અગત્યના ડોકયુમેન્ટ હતા. જે ખોલીને જોતા આ પર્સ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ રહેતા કરગથરા અજીમભાઇ અશરફભાઈનું હોવાનું માલુમ પડતા જ તરુણભાઈ દ્વારા મૂળમાલિકનો સંપર્ક કરી ઘરે જઈ તેમને આ પર્સ પરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. રિપોર્ટર :…
Read Moreલીંબુડા ગામે આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના સહયોગથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ
જોડિયા, આજરોજ લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના સહયોગથી તાલુકા પંચાયત જોડિયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. લોકો બહોળી સંખ્યામાં ઉકાળાનું સેવન કરી રહ્યા છે. આ કામગીરી લીંબુડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તેમજ આશા વર્કર અને ગામ ના સરપંચ બીપીનભાઈ નાગપરા ની હાજરીમાં તેમજ આ સમયે તાલુકા વિકાસ અધિકારી જે.એચ. સોરઠીયા હાજર રહેલ તાલુકા વિકાસ અધિકારીએ ઉકાળા વિશે મહત્વની જાણકારી આપી અને આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી દરરોજ તાલુકાના તમામ ગામની આંગળવાડી ખાતે ચાલુ રહેશે. રિપોર્ટર :…
Read Moreબરોડા જિલ્લા ડભોઇ તાલુકા ફર્તીકુઈ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત
ડભોઇ, ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇકચાલક ને કાર ચાલકે ટક્કર મારતાં બાઈકચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર ડભોઇ શિનોર ચોકડી પાસે પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ
Read Moreભાભર માં આજે બીજી વખત ગૌશાળા ના સંચાલકો રોડ ઉપર આવી ગયા હતા
ભાભર, જલારામ ગૌશાળા ભાભર તથા ભાભર આજુબાજુ આવેલી શાખાઓ માં દસ હજાર થી વધુ માંદી, લુલી, લંગડી ગાયો ની સેવા કરવામાં આવે છે. ત્રણશો જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં તમામ ખર્ચ વાર્ષિક પંદર કરોડ રૂપિયા થઈ જાય છે. હાલ વર્તમાન સમયમાં કોરોના સંકટ ના હિસાબે વેપારી મિત્રો ના ધંધો રોજગાર મંદીના માહોલ થી દાન ની આવક નહીંવત્ થઈ જતાં ગૌશાળા ના ઘાસચારો ના ગોડાઉન ખાલી થઈ જતાં હાલ ગાયો ને ખવરાવવા ઘાસચારો પણ નથી અને ગૌશાળા ઉપર તોતિંગ દેવુ વધી જતાં હાલ ઘાસચારો લાવવા માટે નાણાં પણ નથી, ત્યારે…
Read Moreજેતપુરના ભાદરનદીમાં ડૂબી જતા લુણાગરી ગામના ગઢવી યુવાનનું મોત
જેતપુર, જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી પંથકની જીવાદોરી સમાન ભાદરનદી આ વર્ષે જીવલેણ બની હોય તેવું લાગી રહ્યું છે. જેતપુર તાલુકાના લુણાગરી ગામના વધુ એક યુવાનનું ભાદરનદીના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના લુણાગરી ગામે રહેતા ગઢવી યુવાન પાર્થ નારણભાઇ ગઢવી (ઉ.વ.૧૭) આજે સવારે રાબેતા મુજબ ઢોર ચરાવવા સીમમાં ગયો હતો. પરંતુ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી ત્યારે ભાદરનદીના કિનારે કપડાં મળી આવતા ગ્રામજનોએ નદીમાં શોધખોળ આદરી હતી, ત્યારે મોડી રાત્રે મૃતક યુવાનનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પી.એમ.…
Read Moreપાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર ખાતે પીડારીયા હોલ ખાતે યોજાયેલ
રાધનપુર, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ મળતા ખેડુતો લક્ષી યોજના હેઠળ ના લાભ લેવા માટે ખેડૂતો ને સમજાણ આપવામાં આવેલ. સાત પગલા અંતર્ગત ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નૂ સંબોધન ખેડૂતો ને બતાવવામાં આવ્યું હતું. સાત પગલા ના કાયૅકમ મા પાટણ જિલ્લાના સંસદસભ્ય ભરતભાઈ ડાભી મુખ્ય મેહમાન તરીકે ગેર હાજર રહ્યા હતા, ત્યારે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પણ ગેર હાજર રહ્યા હતા. ખેડૂતો લક્ષી વાતો કરતા રાજકીય નેતાઓ…
Read Moreરાજકોટ શહેરમાં દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી
રાજકોટ, રાજકોટ શહેર ખાતે તા.૧૧/૯/૨૦૨૦ ના આજરોજ ૧૦:૧૩ કલાકે રાજકોટ શહેર દૂરદર્શન કેન્દ્ર આજીડેમ પાસે બિનવારસી બેગ મળી આવતા, આજીડેમ સિક્યુરિટી અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલરૂમને ૧૦:૧૩ કલાકે જાણ કરતા, કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા ઉપરી અધિકારીઓ તથા આજીડેમ પોલીસ, D.C.B, S.O.G, B.D.D.S, Traffic તથા ફાયરબ્રિગેડ ને તાત્કાલિક જાણ કરતા તમામ અધિકારીઓ કર્મચારીઓ દૂરદર્શન કેન્દ્ર ખાતે પહોંચી વિસ્તાર કોર્ડન કરેલ હતો. તથા B.D.D.S દ્વારા સદરહુ જાગ્યા એથી મળી આવેલ સુટકેસ પૂરતી કાળજી સાથે સદરહુ જગ્યાએથી તકેદારી રાખી બિનવારસી જગ્યાએ લઇ ગયેલ અને સદરહુ બિનવારસી બેગ માં કોઈ શંકાસ્પદ ચીજ મળી આવેલ નહીં, સદરહુ…
Read Moreખેડબ્રહ્મા એસ . ટી ડેપો ના સ્ટાફ માં કોરોના નો કહેર જોવા મળ્યો
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા એસ.ટી . ડેપોમાં એસ .ટી બસ ડ્રાઈવર અને કન્ડકટર સહિત નવ જણ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલીક એસ.ટી ડેપો અને આરોગ્ય તંત્ર હરકત માં આવ્યું. એસ .ટી ડેપો દ્વારા દરેક પેસેન્જર અને ડ્રાઈવર સહિત તમામ ને થર્મલ ગણ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કોરોના પોઝેટિવ આવતા એસ.ટી નિગમ પર સવાલ ઊઠી રહ્યાં છે. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા
Read More