જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં ઉંઝા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ઉંઝા

          જીલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં ઉંઝા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નો સાંભળીને એનું સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ૧૦૯ અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૭ પ્રશ્નોનો હકારત્મક ઉકેલ માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉંઝા તાલુકાના ૧૭ તેમજ ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં ૧૦૯ કામો પૈકી રેશનકાર્ડમાં નામ ઉમેરવાના, નામ રદ કરવાના, અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાન ગૃહ બનાવી આપવાના, જાહેર રસ્તા પર કરેલ દબાણ દૂર કરવાના, જમીન કામના, રસ્તા પુરાણકામ, ગટર કામના, બસ રૂટ તેમજ નવીન સ્ટ્રીટ લાઈટ, જમીન માપણીના થઈ વિવિધ પ્રશ્નોનો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના સકારત્મક નિવારણ માટે સૂચનો કરવામાં આવ્યા હતા જિલ્લા કલેકટર એમ.નાગરાજન તેમજ પ્રાંત અધિકારી બાબી, તાલુકા અધિકારી ભાર્ગવીબેન વ્યાસ તેમજ મામલતદાર ભગીરથસિંહ વાળા અને નગરપાલિકાના ચીફ ઓફિસર રવિકાંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં સકારાત્મક ઉકેલ લાવવા માટે કાર્યવાહીની અમલવારી કરવામાં આવી હતી.અરજ્દારોની કેટલીક માંગણી, રજુઆતો અને પ્રશ્નનાનો કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા સકારાત્મક સમાધાન લાવી સ્થળ પર જ ઉકેલવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી (સ્વાગત) કાર્યક્રમ વર્ષ ૨૦૦૩માં ૨૪ એપ્રિલના રોજ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના બીજ રોપ્યા હતા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ થાય તે રીતે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે.

આ સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે હાલ રાજ્યભરમાં સ્વાગત કાર્યક્રમ સપ્તાહ અન્વયે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વાચા આપવાનું કામ, તેનું નિરાકરણ લાવવાનું કામ થઈ રહ્યુ છે. મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય અને વહીવટી વ્યવસ્થામા હકારાત્મક પરિવર્તન આવે સાથે-સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમએ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યુ છે. આ કાર્યક્રમમાં સંબંધિત અધિકારી સહિત અરજદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment