નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી અને લીગસી વેસ્ટનાં નિકાલની ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેરમાંથી એકત્ર થયેલ જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે વેસ્ટ ટુ એનર્જી” પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બંને કામગીરીને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે તા.૨૬-૦૪-૨૦૨૩નાં રોજ આ સ્થળની મુલાકાત લીધી હતી અને લીગસી વેસ્ટનો નિકાલ ઝડપથી કરવા સુચના આપી હતી.

રાજકોટ શહેરમાથી ઉત્પન્ન થતાં ઘન કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના વેસ્ટ ટુ એનર્જી” પ્લાન્ટ બનાવવાની કામગીરી નાકરાવાડી ગામ નજીક રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સાઇટ પર હાલ પ્રગતિમાં છે. આ પ્લાન્ટ શરૂ થયેથી દૈનિક ધોરણે ૬૦૦ TPD(ટન પ્રતિ દિવસ) ઘન કચરાનો નિકાલ થશે. જેમાંથી ૧૪.૯ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. હાલ આ પ્લાન્ટનું ૬૦% જેટલું કામ પૂર્ણ થયેલ છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે જમા થયેલ જૂના કચરાનો નિકાલ કરવાનું કામ જુદી જુદી એજન્સીઓને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી હાલ પ્રગતિમાં છે.

નાકરાવાડી ખાતે લીગસી વેસ્ટનાં નિકાલ માટે હાલ ૮ ટ્રોમેલ કાર્યરત છે અને ૨ ટ્રોમેલ કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રોમેલ (કચરાનું વર્ગીકરણ કરતું મશીન)માં જુના કચરામાંથી RDF(Refused Derived Fuel), સેમી કમ્પોસ્ટ, ધૂળ, પથ્થર, મેટલ વગેરે અલગ કરવામાં આવે છે.

લેન્ડ ફીલ સાઈટ ખાતે પ્રથમ સેલમાં ૫૫૦૦૦ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે. દ્વિતીય સેલમાં ૪ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની કામગીરી કાર્યરત છે.

આજની વિઝિટમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી સિટી એન્જી. એચ. એન. શેઠ હાજર રહી પ્રોજેક્ટની માહિતી આપી હતી.

Related posts

Leave a Comment