જેતપુર,
આજકાલ માત્ર ફોન કરી બેંક ખાતાધારકના એ.ટી.એમ. કાર્ડના નંબર અને CVV નંબર મેળવી અથવા તો એ.ટી.એમ. કાર્ડ ક્લોન કરી ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવે છે. પરંતુ જેતપુરના તરુણ ઘનશ્યામભાઈ પંડિયાને સિવિલ હોસ્પિટલ પાસેથી એક પર્સ મળી આવ્યું હતું. જે ખોલીને જોતા પર્સમાં આધારકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ વગેરે જેવા અગત્યના ડોકયુમેન્ટ હતા.
જે ખોલીને જોતા આ પર્સ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ રહેતા કરગથરા અજીમભાઇ અશરફભાઈનું હોવાનું માલુમ પડતા જ તરુણભાઈ દ્વારા મૂળમાલિકનો સંપર્ક કરી ઘરે જઈ તેમને આ પર્સ પરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર