આણંદ શહેરમાં ઝાડા ઉલટીના કુલ ૬૬ કેસ નોંધાયા તે પૈકી ૦૪ કેસ કોલેરા પોઝિટિવ નોંધાયા

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ શહેર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ મળી આવતાં અને તે પૈકી ૦૪ કેસ કોલેરાના પોઝિટિવ માલુમ પડતા જિલ્લા કલેકટરએ આણંદ શહેર અને તેની આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે.

        જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આણંદ શહેર વિસ્તારમાં ઝાડા ઉલટી ના દર્દીઓની તપાસ, સારવાર અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

        મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ આણંદ શહેર વિસ્તારમાં ઝાડા ઉલટીના અત્યાર સુધી કુલ ૬૬ કેસ નોંધાયા છે, તે પૈકી ૦૪ કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડેલ છે.

        આણંદ શહેર વિસ્તારમાં લોકોના સમૂહમાંથી ૬૬ વ્યક્તિ ઓને ઝાડા ઉલટી સંબંધી અસર થઈ હોવાનો માલૂમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ૨૫ ટીમ બનાવવામાં આવી છે, જેમાં ૦૪ મેડિકલ ઓફિસર અને ૫૦ પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યા છે.

        આણંદ શહેરી વિસ્તારમાં ૩૧૬૮ ક્લોરિન ટેબલેટનું વિતરણ, ૨૪૦ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના કુલ ૩૩૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૧૧૮ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને ૨૧૮ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પાણીના ૦૫ સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતા ૦૩ ટેસ્ટમાં પીવાનું પાણી પીવા લાયક છે જ્યારે ૦૨ ટેસ્ટમાં પાણી બિલ પીવા લાયક માલુમ પડ્યું છે.

        આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેર વિસ્તારમાં ઘેર ઘેર ફરીને ઝાડા- ઉલટી ના કેસની તપાસ હાથ ધરી રહ્યા છે. આ ટીમ દ્વારા ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ઓ. આર. એસ. પેકેટ અને ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

        આણંદ શહેર વિસ્તારના નાગરિકોને તાજો ખોરાક ખાવા, ગરમ કરેલું અથવા કલોરીન વાળું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.


Advt.

Related posts

Leave a Comment