ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

“વન વીક, વન રોડ” ઝુંબેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૦૭-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૬નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.

(ટાઉન પ્લાનીંગ શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૭/૦૩/૨૦૨૩ રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.૧૬માં સમાવિષ્ટ મારૂતિનગર મેઈન રોડ, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા રોડની બાજુમાં, આવેલ રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૨ સ્થળોએ થયેલ છાપરા/ઓટાનું દબાણ દુર કરી અંદાજીત ૨૦૦૦ચો. ફૂટ. પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે.

વોર્ડ :- ૧૬
રોડ :- મારૂતિનગર મેઈન રોડ, ૮૦ ફૂટ રોડ કોઠારીયા રોડની બાજુમાં આવેલ, રાજકોટ.
તા.:- ૦૭/૦૩/૨૦૨૩

ટાઉન પ્લાનીંગ શાખા

વિગત કરવાની થતી કામગીરી કરવામાં આવેલ કામગીરી % કામગીરી
બિલ્ડીંગ્સમાં પાર્કિંગ + ૦.૦૦ લેવલ કરાવેલ મિલકતની સંખ્યા ૦૨ ૦૨ ૧૦૦ %
માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી/ પતરાનું દબાણ દુર કરાવેલ મિલકતની સંખ્યા ૨૦ ૨૦ ૧૦૦ %
પાર્કિંગમાં ખુલ્લી મુકવામાં આવેલ જગ્યા (ચો.ફુ.) ૨૦૦૦ ચો.ફૂટ ૨૦૦૦ ચો.ફૂટ ૧૦૦ %
રીમાર્કસ

ઉપરોક્ત કામગીરીમાં ઇસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સીટી એન્જીનીયરશ્રી, આસી. કમિશ્નરશ્રી, તથા ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા,ફાયર અને ઇમરજન્સી વિભાગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સબંધિત શાખાની કામગીરી માટે સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની કામગીરી)

તા. ૦૭/૦૩/૨૦૨૩ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા મારુતિ નગર મેઈન રોડ કોઠારિયા રોડની બાજુમાં – સ્કુલ, ૦૯– હોલ – ૦૧ કુલ -૧૦ જગ્યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં ખોડીયાર હોલ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોય , જેને ફાયર એનઓ સી નોટીસ આપવામાં આવેલ છે.

(ફૂડ શાખાની કામગીરી)

  • વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના મારૂતિનગર મેઇન રોડ- કોઠારીયા રોડની બાજુના વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ઠંડા-પીણાં વગેરેના કુલ ૫ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
  • ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત :

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૦૭-૦૩-૨૩ ના રોજ શહેરના મારૂતિનગર મેઇન રોડ- કોઠારીયા રોડની બાજુના વિસ્તારમાં આવેલ (૧)બ્રહ્માણી ડેરી ફાર્મ – કિંગ બ્રાન્ડ કોલ્ડ્રિંક્સ(૨૦૦ ml.) ૧૦૦ બોટલ સ્થળ પર નાશ કરેલ અને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ (૨)ક્રિષ્ના હોટેલ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૩)મારૂતિ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૪)વૃંદાવન ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૫)અર્જુન વિજય ડેરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૦૬)ગેલમાં ડેરી (૦૭)શ્રી ખોડિયાર ડેરી (૦૮)બાલાજી ટ્રેડિંગ (૦૯)ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ (૧૦)ક્રિષ્ના પાન (૧૧)રાધે ક્રિષ્ના પાન (૧૨)પ્યોર ડ્રિંકિગ વોટર(૧3)શક્તિ ડેરી ફાર્મ, (૧૪)ચામુંડા સિઝન સ્ટોર (૧૫) ચામુંડા ડેરી ફાર્મ ની ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

    હાલમાં હોળી -ધૂળેટીના તહેવારોના અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૬ નમૂના લેવામાં આવેલ :

(૧)જાયદી ખજૂર (લુઝ): સ્થળ -વાહેગુરુ જનરલ સ્ટોર, ગાયકવાડી-૬, બોલબાલા ટ્રસ્ટ ઓફિસની સામે, જંકશન પ્લોટ, રાજકોટ.

(૨)’ફોલવા દાળિયા (હળદર વાળા -લુઝ): સ્થળ – મોન્ટુ ટ્રેડર્સ, લાતી પ્લોટ, ૩/૪ કોર્નર, કુવાડવા રોડ, રાજકોટ.

(૩)’સાઇ સોના સિંગ’ હલ્દી ચણા (૫૦૦ગ્રા.પેક્ડ): સ્થળ – સાઇ સોના સિંગ, લાતી પ્લોટ-૧૨, મોદી વે-બ્રિજ, કુવાડવા રોડ, રાજકોટ.

(૪)હરડાં (લુઝ): સ્થળ -શિવમ પ્રોવિઝન, હૂડકો ડી-૯૨, કોઠારીયા રોડ,  પોલીસ ચોકી પાસે, રાજકોટ.

(૫)જાયદી ખજૂર (લુઝ): સ્થળ -જય ખોડિયાર એજન્સી, કોઠારીયા રોડ,         રાધેશ્યામ સોસાયટી-૧ કોર્નર, કોઠારીયા ગામ પાસે, રાજકોટ.

(૬)જાયદી ખજૂર (લુઝ): સ્થળ -શ્રીનાથજી એગ્રો. ઈન્ડસ્ટ્રીઝ, રામનગર મેઇન રોડ, શાક માર્કેટ પાસે, ગોંડલ રોડ, રાજકોટ.

(બાંધકામ / વોટર વર્કસ / ડ્રેનેજ શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા આજ રોજ “વન વીક – વન રોડ” ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં-૧૬માં મારૂતીનગર ૮૦ ફુટ રોડ પર ૨૩ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઈ, ૨૨ ડ્રેનેજ મેનહોલ સફાઈ, ૪૮ પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ, ૧૨ – મેન હોલ રોડ લેવલ, ફુટપાથ રીપેરીંગ ૮૦ ચો.મી., પેવીંગ બ્લોક રીપેરીંગ ૧૦ ચો.મી., રોડ રીપેરીંગ ૧૫૪ ચો.મી., રબ્બીશ ઉપાડવાનું કામ ૧૫ ઘ.મી. તથા જેટીંગ મશીન દ્વારા મેઈન લાઈનની સફાઈ કરવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં ફરિયાદ નિવારી શકાય.

(સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી)

રાજકોટ શહેરના મુખ્ય માર્ગ પર One Week One Road” અન્વયે ઝુંબેશ કરવાનુ નક્કી કરવામાં આવેલ છે. જેને અનુશંધાને વોર્ડ નં. ૧૬ ના મારૂતી મે. રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખા ધ્વારા કામગીરી કરવામાં આવેલ છે. જેમા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ધ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

કામગીરીની વિગત દંડ કરેલ આસામીઓની  સંખ્યા વહીવટી ચાર્જની રકમ
જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ રૂ. ૨૫૦૦/-
કચરાપેટી / ડસ્ટબીન ન રાખવા સબબ રૂ. ૨૫૦/-
પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ ૧૭ રૂ. ૧૫૫૦૦/-
જપ્ત કરેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક ૧૭ કી.ગ્રા.
કુલ ૨૨ રૂ. ૧૮૨૫૦/-
C & D Waste ઉપાડવાની કામગીરી (MT) વોર્ડ નં ૧૬ ના મારૂતી મે. રોડ પરથી તા. ૦૭-૦૩-૨૦૨૨૩ નાં રોજ કુલ ૧ ડમ્પર ફેરા કરીને કુલ ૦૫ ટન જેટલો C & D Waste નિકાલ કરવામાં અવેલ છે.
વોકળા સફાઇ કર્યાની સંખ્યા વોર્ડ નં ૧૬ ના મારૂતી મે. રોડ પર આવેલ વોકળાની સફાઈ કરવામાં આવેલ છે. જેમા કુલ ડમ્પરના ૧ ફેરો કરવામાં આવેલ છે જેમા કુલ ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે.
ડીવાઇડર સફાઇ (રનીંગ મીટર) ૧૮૦૦

          ઉક્ત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાઘેલા, વી. વી. પટેલ, એસ. ઓ. ડી. કે. સિંધવ, વોર્ડના એસ. આઈ. એમ. એમ. સૈયદ, સતીષ પટેલ તથા વોર્ડના એસ. એસ. આઈ. જીતેષ સાગઠીયા, ભુપત સોલંકી, અશ્વીન વાઘેલા ધ્વારા કરવામાં આવેલ હતી.

(આરોગ્ય શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા વોર્ડ નં. ૧૬માં મોબાઈલ વાન મારફત ૨૯ વ્યક્તિઓના બ્લડ સુગર ચેક કરવામાં આવ્યા, ૨૭ વ્યક્તિઓના બ્લડ પ્રેસર ચેક કરવામાં આવ્યા, ૦૫ વ્યક્તિઓના RTPCR અને ૧૧ વ્યક્તિઓના એન્ટીજન સેમ્પલ લેવામાં આવ્યા તેમજ OPD મેડિકલ સારવારમાં કુલ ૪૩ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે.

(પ્રોજેક્ટ શાખાની કામગીરી)

       પ્રોજેક્ટ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં.૧૬ માં ૧૫ નાગરિકોને પી.એમ.સ્વનીધિ, ૦૭ નાગરિકોને વ્યક્તિગત લોન ધિરાણ (SEP) અને ૦૯ સ્વ-સહાય જૂથ (SMID) યોજનાની જાણકારી આપવામાં આવી હતી.

(રોશની શાખાની કામગીરી)

રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા આજ રોજ તા. ૦૭ /૦૩ /૨૦૨૩ ના “ વન વીક વન રોડ “ ઝુંબેશ અંતર્ગત શહેરના ગોવીંદ નગર ૮૦ ‘ રોડ વોર્ડ નં. ૧૬ નાં રસ્તા પર રહેલા ૫૨  પૈકી ૦૩ બંધ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તથા નડતરરૂપ દબાણને લગત ૦૧ લોકેશન પરથી ઇલેક્ટ્રીક સર્વિસ વાયર દૂર કરવામાં આવેલ છે. રસ્તા પર ટ્રાફિક સિગ્નલ આવેલ નથી.

Related posts

Leave a Comment