દીવના દરિયામાં ડૂબી ગયેલ મધ્યપ્રદેશના પ્રવીણ કુમારનો મૃતદેહ મળી આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ

    ગતરોજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યપ્રદેશ ના વ્યક્તિ દરિયામાં પડી ગયેલ હોય જે 24 કલાક બાદ મળી આવેલ છે. બે દિવસ પહેલા છ કલાકે બંદર જીટીપર થી દરિયામાં પડી ગયેલ વ્યકિત નું બેગ મળતા તેમાં રહેલ વીઝીટીંગ કાર્ડ પરથી ફોન કરતા તેની ઓળખ થઈ હતી અને તેનું નામ પ્રવિણકુમાર છે, તેની ઉંમર 40 વર્ષની હતી અને તે મધ્યપ્રદેશ સોહાગપુર નો રહેવાસી હતો. તે દીવ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની પ્રવેગમાં નોકરી કરવા દીવ આવ્યો હતો.

23 તારીખ થી નોકરી જોઈન્ટ કરવાનો હતો પરંતુ અચાનક જ આ ઘટના બનતા તેનું મૃતદેહ આજે દીવ નગરપાલિકા નજીક આવેલ ખોખરી નિવૃત્ત યુદ્ધ જહાજ પાસે થી મળી આવેલ. તેના મૃતદેહ મળતા તેમનો પરિવાર તથા એજન્સીએ પોલીસ ને જાણ કરતા પોલીસે મૃતદેહ ને કબજે કરી અને પોસ્ટ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસવામાં આવેલ અને તેના પરિવાર પણ દીવ આવવા માટે નીકળી ગયા છે. પોલીસે આ સંદર્ભે આગળની કાર્યવહી હાથ ધરી.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ 

ગત રોજ નાં સમાચાર : https://hindnews.in/?p=42166


Advt.

Related posts

Leave a Comment