આણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસ મળી આવતા ૧૪ જેટલા પાણીના લીકેજીસ તાકીદે રીપેર કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કુલ ૬૬ જેટલા કેસ મળી આવતા અને તે પૈકી કુલ ચાર કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડતા જિલ્લા કલેક્ટરએ આણંદ શહેર અને તેની આસપાસના ૧૦ કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યૉ છે.

        આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસ મળી આવતા પીવાના પાણીની લાઈનોમાં લીકેજિસ હોય તે સંબંધી ચેકિંગ હાથ ધરાતા આણંદ શહેરી વિસ્તારમાં કુલ ૧૬ જગ્યાએ પાણીના લીકેજિસ માલુમ પડેલ છે.

        જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે પીવાના પાણીના લીકેજિસ બંધ કરવા અને અન્ય કોઈપણ જગ્યાએ પાણી ના લીકેજ હોય તો તેને શોધીને દૂરસ્તી કામ કરવા સૂચના આપવામાં આવી છે, તે મુજબ ૧૬ જગ્યાએ પાણીનું લીકેજિસ બંધ કરવા આણંદ નગરપાલિકા ની ૦૬ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને હજી પણ આણંદ શહેરી વિસ્તારમાં પાણીના લીકેજિસ હોય તો તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.

        આણંદ શહેરી વિસ્તારમાં મળી આવેલ ૧૬ પાણીના લીકેજિસ પૈકી યુદ્ધના ધોરણે ૧૪ લીકેજિસ દુરસ્ત કરવામાં આવ્યા છે અને બાકી રહેલ ૦૨ લીકેજીસની દુરસ્તી અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ ચીફ ઓફિસર આણંદ નગરપાલિકા દ્વારા જાણવામાં આવ્યું છે.


Advt.

 

Related posts

Leave a Comment