જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ઈસમો ને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના બોટલ નગ. 15 સાથે મુદામાલ કિં. રૂ.10500/- ના મુદામાલ સાથે બે ઈસમો ને પકડી પાડતી જોડિયા પોલીસ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા જોડિયા જી.જામનગર. તા.જોડિયા,આરોપી ન..2.. સાહિલભાઈ ફિરોઝભાઈ સન્ના જાતે વાઘેર ઉ.વ.18 ધધો.મજૂરી રહે. મેમણ પરા. જોડિયા. જી.જામનગર. તા.જોડિયા. આ કાર્યવાહી જોડિયા પો.સ્ટે.ના પો.સ.ઇ. એમ.આર. વાળા તથા સ્ટાફના પો. હેડ.કોસ્ટે. એસ.આર. રાઠોડ તથા પો.કોસ્ટે. આર. કે. મકવાણા તથા બી.કે.સાવધોર ના ઑ એ કરેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

જામનગર, જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તથા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપેલ હોય. જે અંગે જોડિયા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એમ.આર. વાળા ની સુચના થી જોડિયા પોસ્ટે સ્ટાફ પેટ્રોલિગ માં હોય જે દરમ્યાન પો.કોન્સ્ટેબલ આર.કે. મકવાણાને મળેલ ખાનગી હકીકત ના આધારે જોડિયા ગામમાં આવેલ મેમણ પરા વિસ્તારમાં રહેતા મહમદ ભાઈ કરીમભાઈ દલ ના રહેણાક મકાન માંથી નીચે મુજબ નો મુદામાલ કબજે કરેલ છે. આરોપી નં.1 મહમદભાઈ કરીમ ભાઈ દલ જાતે સંધિ મુસ્લિમ ધધો ડ્રાઇવીંગ રહે.મેમણ પરા…

Read More

પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા ગોધરા શહેરમાં મેગા આરોગ્ય સર્વેની શરૂઆત કરાઈ

ગોધરા, તા. 25, પંચમહાલ જિલ્લા નાં દાહોદ ખાતે કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત ગોધરા શહેરમાં ડોર-ટુ-ડોર મેગા આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરામાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ ઘટાડવા માટે શહેરના પાંચ વોર્ડ- ૨,૫,૯,૧૦, અને ૧૧ વિસ્તારની સોસાયટીઓમાં તા. ૩૦/૦૮/૨૦૨૦ સુધી આરોગ્યની ૫૫ ટીમો દ્વારા સઘન મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોમાં ૪ ટેસ્ટિંગ સેન્ટર્સ તેમજ ૧૦ ધન્વન્તરી રથો આ કામગીરી માટે કાર્યરત કરવામાં આવ્યા છે. સુગમતા માટે મતદાન…

Read More

વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ ના કાર્યકરો

વેરાવળ, વેરાવળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા કોંગ્રેસ ના કાર્યકરો એ દર્દીઓને સારવાર બરાબર મળે છે કે કેમ, ભોજન બરાબર મળે છે કે કેમ, આ બધી બાબતો અંગે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી. ઉપર લેવલ સુધી ટેલિફોનિક જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું અને ટેસ્ટિંગ પણ વધારવા જણાવ્યું. સાથે સાથે કિડનીના દર્દીમાટે ડાયાલીસીસ મશીન પણ ઘણા સમયથી બંધ હોય આ અંગે પણ રજુઆત પણ કરી, સાથે અમારી કોઈ પણ જાતની મદદ ની જરુર હોય તો હું તૈયાર છું. પણ દર્દીને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સૂચનાઓ આપી. રિપોર્ટર : સઈદ…

Read More

દાહોદ જિલ્લામાં શ્રીકાર વર્ષાથી ૫ ડેમ છલોછલ દાહોદ, તા.૨૫, દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો જળસગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય આસપાસના નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને આ બાબતે સાવધ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારના સાંજના સમયે ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે, અદલવાડા ડેમ ૮૦.૪૭ ટકા અને વાકલેશ્વર ડેમ ૭૦.૧૫ ટકા સુધી ભરાયા છે. રિપોર્ટર : વિજય બચાની, દાહોદ

દાહોદ, તા.૨૫, દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો જળસગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય આસપાસના નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને આ બાબતે સાવધ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારના સાંજના સમયે ઓવરફ્લો થઇ…

Read More

દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા

દાહોદ, દાહોદ જિલ્લામાં સાર્વત્રિક શ્રીકાર વર્ષાને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના મુખ્ય સાત પૈકી ૫ ડેમ ઓવર ફ્લો થઇ રહ્યાનું સિંચાઇ વિભાગ નોંધી રહ્યું છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારે સાંજના સમયે ઓવરફ્લો થયો છે. સિંચાઇ વિભાગની યાદી કહે છે કે, પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ મિટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ,…

Read More

થરાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ……

થરાદ, થરાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે કોંગ્રેસના જનકીબેન દિલીપભાઈ ઓઝા ચૂંટાયા. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ વાઘજીભાઈ રાજપુત ચૂંટાયા. બંને ઉમેદવારો ને 17 મતો મળ્યા, જ્યારે સામે પક્ષે 11 મતો મળ્યા. થરાદના ના.કલેકટર વિ. સી.બોડાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ચૂંટણી. રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Read More

ચાણસ્મા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

રાધનપુર, ગત રોજ બરાબર ૧૧ કલાકે ચાણસ્મા નગરપાલિકાના હોલમાં ઉપસ્થિત ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ ગાંગુલી તથા ચાણસ્મા મામલતદાર હિમાંશુભાઈ તથા ચાણસ્મા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ ભગવતીબેન તથા નગરપાલિકાના કોર્પોરેટરો ની ઉપસ્થિતિમા ચાણસ્મા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ભાજપના પાટણ જિલ્લા મંત્રી તરીકે દશરથજી ઠાકોર પક્ષ દ્વારા આપવામાં આવેલા મેનડેટ લઈને આવ્યા હતા. બંધ સીલ કવરમાં લાવેલા મેનડેટ ને ખોલતા તેમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે ના નામ જાહેર થયા હતા. પ્રમુખ તરીકે પટેલ મહેન્દ્રભાઈ ચંદુલાલ, ઉપ-પ્રમુખ તરીકે પટેલ વિષ્ણુભાઈ ગણેશદાસ, કારોબારી અધ્યક્ષ તરીકે…

Read More

લખપત તાલુકાનાં નરા ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના….

લખપત, લખપત તાલુકાના નરા ડેમ આજ ના ‌ સાંજ સુધી નો આંકડો ૨૪ ફૂટ ઉપર પહોંચ્યો છે ત્યારે હવે ઓગનવા માં ૫ ફુટ બાકી છે ગત રાત્રે થી બપોર સુધી વરસાદ પડ્યો છે. એવો વરસાદ ૨૪ કલાક હજુ પડે તો નરા ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના રહે. આ નરા ડેમ મોટો કચ્છ માં બીજા નંબરે આવતો ડેમ છે જે આસપાસ ના આઠેક ગામોની જીવાદોરી સમાન છે. રિપોર્ટર : શંકરભાઈ મહેશ્વરી, નરા

Read More