ગોધરા, પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના ગણેશ નગર (આઈ.ટી.આઈ.ની સામે), ગાયત્રીનગર સોસાયટી, પ્રભાકુંજ સોસાયટી- ૧ અને ૨, સુદર્શન સોસાયટી (સાયન્સ કોલેજની પાસે), સૃષ્ટિ ટેનામેન્ટ (જાફરાબાદ), ક્રિષ્નાનગર (પ્રભારોડ), દ્વારકેશ કોમ્પલેક્ષ, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વૈશાલી-બી સોસાયટી, જ્યોતિનગર, ન્યુ વીર સ્કુલ સામેનો વિસ્તાર, ધવલપાર્ક-૦૩, બારોટ…
Read MoreMonth: August 2020
વેરાવળ તેમજ પ્રભાસ પાટણ ગામે આધાર કાર્ડ કેન્દ્રો ચાલુ કરવા રજુઆત બાબતે
ગિર-સોમનાથ, પ્રભાસ પાટણ તેમજ વેરાવળ ખાતે આધાર કાર્ડની કામગીરી નિયમિત રીતે ચાલું હતી જેના કારણે આ ગામના લોકોને તેનો સારો એવો લાભ મળતો હતો પરંતુ કોવિડ-૧૯ ની મહામારીનાં લીધે લોકડાઉન જાહેર થવાથી આશરે પાંચ મહિનાથી આ કેન્દ્રો બંધ કરી દેવામાં આવેલ છે જે અનલોક જાહેર કરી દેવામાં આવેલ હોવા છતાં પણ આધાર કાર્ડ કેન્દ્રો ફરી શરૂ કરવામાં આવેલ નથી જેનાં કારણે લોકડાઉન દરમિયાન ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક રાહત યોજનાઓમાં તેમજ હાલમાં RTE અંતગૅત બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવા આધાર કાર્ડની ખાસ જરૂરિયાત…
Read Moreઆઈ.એ.એસ.દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર શ્રી દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી. તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેત રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૂત્યું પામેલા દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કોઈપણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આકડાકિય માહિતી મોકલી આપવી. જિલ્લામા ક્યા સ્થળેથી…
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. ૧૮/૮/૨૦૨૦ના રોજ “નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત” વિષય પર ઓનલાઇન પરિચર્ચા કાર્યક્રમ યોજાયો હતો
સોમનાથ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત ભાષા માટે કેટલી તકો રહેલી છે તથા સંસ્કૃતમાં આગળ અધ્યયન કરીને કયા ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે? એ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહ્યાં હતાં. માર્ગદર્શક તરીકે તથા મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી તેમજ પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત શ્રી ચમૂકૃષ્ણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિષય પર માર્ગદર્શન આપ્યું અને સંસ્કૃત અધ્યાપકોના પ્રશ્નોનું સમાધાન કર્યું. આ કાર્યક્રમનું આયોજન અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ. લલિતકુમાર પટેલ…
Read Moreથરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો…..
થરાદ, થરાદની ડાગેશ્વર ગૌ શાળા માં ગૌ માતા ને મોં મીઠાનો કાર્યક્રમ યોજાયો….. લાઈન્સ ક્લબ ઓફ થરાદ સીટી તેમજ ગૌ ભક્તો દ્વારા ગૌ માતા ને ગોળ ખવડાવી મો મીઠું કરાયું…. લાઈન્સ ક્લબ ના પ્રમુખ ડૉ. વાલાભાઈ પ્રજાપતિ દ્વારા 21000 રૂપિયાનો ચેક અર્પણ કરાયો… ડાગેશ્વર ગૌ શાળા ના ગૌ ભક્ત દિનેશભાઈ બારોટ એ લાઈન્સ ક્લબ ના પ્રમુખ તેમજ સમગ્ર ગૌ ભક્તો નો આભાર વ્યક્ત કર્યો હતો… રિપોર્ટધુ : ડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreઅંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસીઆવતા માર્ગ અવરોધાયા
અંબાજી, તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો વરસાદી પાણી થી પોચા બન્યા છે જેને લઈ આજે અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસા આવતા માર્ગ અવરોધાયા હતા, જેના પગલે ભેખડો ના મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન તયા હતા એટલુ જ નહી આ રસ્તે પડેલા તોતીંગ પથ્થરો વહેલી તકે હટાવવા માં નહી આવે તો રાત્રી ના સમયે અકસ્માત નો ભય પણ સેવાઈ રહ્યો છે અને હાલ મા વાહન ચાલકો સિંગલ સાઈડ ચાલાવા મજબૂર બન્યા છે. રિપોર્ટર : બિપિન…
Read Moreકાંકરેજ: માનપુર દુગ્રાસણ વચ્ચે નેશનલ હાઇવે પર આખલો આડે આવતા સર્જાયો અકસ્માત
બનાસકાંઠા, કાંકરેજ નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્ષ વસુલવામાં મસગુલ.થરા શિહોરી હાઈવે વચ્ચે દુગ્રાસણ નજીક હાઇવે ઉપર આખલો આડો આવતાં પાઇપો ભરેલ ટ્રેઇલર પાછળ ટેન્કરે મારી ટક્કર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરના ડ્રાઇવર કંડકટર નો આબાત બચાવ થયો હતો.અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં નેશનલ હાઇવે નંબર 27 ના આેથોરિટીની બેદરકારી સામે આવી હતી હાઇવે ઉપર ઠેર ઠેર-ઠેર રખડતાં પશુઆેના ત્રાસથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. રખડતાં ઢોર પશુઅો અચાનક આડા આવતાં વારંવાર સજાઁય છે અકસ્માત.લાગે છે નેશનલ હાઇવે ઓથોરિટી ટેક્ષ વસુલ કરવામાં મસગુલ લાગે છે. રિપોર્ટર :…
Read Moreમાનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા 96 વર્ષની ઉંમરનાં માજી રાજીબેન ચૌધરી
બનાસકાંઠા, આપણા પ્રધાનમંત્રી મા.શ્રી. નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ કરેલ એમ.પી કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિને ખેડૂતનાં ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. જે ખાતા નંબરની ભૂલનાં કારણે ગોઠડા નિવાસી ભેમાજી ઠાકોરનાં પાંચ હપ્તાનાં 10,000 રૂપિયા રાજીબેન કાનજીભાઈનાં ખાતામાં આવી ગયેલ. આ ઘટનાની જાણ અખાભાઇ કાનજીભાઈ ચૌધરીને થતા તેઓ રૂબરૂ એમની માતાને થરા દિવ્યમ ઓનલાઈનમાં લઇને આવ્યા. એમની જરૂરી કે.વાય.સી અપડેટ કરીને માજીની સહીથી 10,000 રૂપિયા ઉપાડીને માજીનાં હસ્તે જ ભેમાજીનાં પુત્ર જગદીશને પરત કરેલ. આટલી ઉંમરે પણ થરા રૂબરૂ આવીને બીજાને મદદ કરવી ખરેખર ખુબ સરાહનીય બાબત કેવાય.…
Read Moreરાજકોટ શહેરનો બનેવી-દિકરી-સાળી પોણા બે માસથી ગુમ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુમશુદા અંગે જાણ કરતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના વેજા ગામ વાજડીગઢ ખાતે રહેતા ભાવુબેન રાયસીંગભાઇ માલકિયા નામની ૨૫ વર્ષીય કોળી યુવતિ ગત તારીખ.૨૭ જૂનના રોજ સાંજના પ વાગ્યે તેમના ઘરેથી કોઈને કઈ કહ્યા વિના જતા રહ્યા હતા. જે તે વખતે તપાસ કરતા તેની સાથે મૂળ વાંકાનેરના તરકીયા ગામના અને હાલ કોઠારીયા રોડ ઉપર જુના ગણેશનગરમાં રહેતા તેના બનેવી અરવિંદભાઈ વાઘાભાઈ ઝરવરિયા અને તેની ૮ વર્ષની દીકરી હસ્તી પણ તે જ દિવસથી ગાયબ હોય. જેથી ત્રણેય એકીસાથે જ કોઈને કઈ કહ્યા વિના ભાગી ગયા હોય. તેવી દ્રઢ શંકાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં…
Read Moreગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભંગ સબબ દરરોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એ.ડિવિઝન પોલીસે ૨, બી.ડિવિઝન પોલીસે ૧, ભક્તિનગર પોલીસે ૬, પ્ર.નગર પોલીસે ૫, ગાંધીગ્રામ પોલીસે ૩, તાલુકા પોલીસે ૨ અને યુનિવર્સીટી પોલીસે ૫ સામે ગુનો નોંધ્યો છે. જયારે રીક્ષા-કાર અને બાઇકમાં સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૧૪ સામે કાર્યવાહી કરવામાં આવી…
Read More