ગોધરા,
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના ગણેશ નગર (આઈ.ટી.આઈ.ની સામે), ગાયત્રીનગર સોસાયટી, પ્રભાકુંજ સોસાયટી- ૧ અને ૨, સુદર્શન સોસાયટી (સાયન્સ કોલેજની પાસે), સૃષ્ટિ ટેનામેન્ટ (જાફરાબાદ), ક્રિષ્નાનગર (પ્રભારોડ), દ્વારકેશ કોમ્પલેક્ષ, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ વૈશાલી-બી સોસાયટી, જ્યોતિનગર, ન્યુ વીર સ્કુલ સામેનો વિસ્તાર, ધવલપાર્ક-૦૩, બારોટ ફળિયા, ગોકુળધામ વિસ્તાર અને સ્ટેશન રોડ વિસ્તારોને તેમજ કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ મહાદેવ ફળિયા વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હાલોલ તાલુકાના કંજરી ગામમાં સમાવિષ્ટ ગાયત્રીનગરનો સ્વામીનારાયણ જ્યોત વિસ્તારને આ જાહેરનામા દ્વારા ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં હાલની સ્થિતિએ ૪૩૫ સક્રિય કન્ટેઇનમેન્ટ વિસ્તારો છે જ્યારે ૧૩૨ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ મુક્ત કરી દેવામાં આવ્યા છે.
રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા