હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકોર્પણ કરીને તાલુકાને મળતી સેવાઓમાં ઉમેરો કરશે.
લોકાર્પણ સમારોહ બપોરે ૧૨.૩૦ કલાકે યોજાશે. જ્યાં છોટા ઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેકટર શ્રીમતી સ્તુતિ ચારણ સહિતના પદાધિકારી, અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગૃહ રાજયમંત્રી નાગરિકોને નવીન બસ સ્ટેશનની ભેટ આપશે.
