હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના તા.૨૪/૦૮/૨૦૨૩ ના પત્રથી ઈ-શ્રમ કાર્ડ ધારકને એક્સ –ગ્રેશિયા ચુકવણી કરવા અંગેની કાર્ય પદ્ધતિ નક્કી કરેલ છે. તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા મૃત્યુ થયેલ હોય કે અકસ્માતથી અપંગતા આવેલ હોય તેવા કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીના વારસદાર કે અસંગઠિત શ્રમયોગીને પોતાને અકસ્માતથી મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.૨ લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખનો લાભ મળવાપાત્ર છે. આથી તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા અકસ્માતથી મૃત્યુ થયેલ હોય કે અકસ્માતથી અપંગતા આવેલ હોય તેવા કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીના વારસદાર કે અસંગઠિત શ્રમયોગીને તમામ આધાર પુરાવા સાથે મદદનીશ શ્રમ આયુકતની કચેરી, એસ-૫, બીજો માળ, જિલ્લા સેવાસદન, જી.છોટાઉદેપુર-૩૯૧૧૫૬ નો રૂબરુ સંપર્ક સાધવા મદદનીશ શ્રમ આયુક્ત છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યુ છે.
