આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

હિન્દ ન્યુઝ, આણંદ

    111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા થયા બાદ આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ને ગુરૂવારના રોજ મતદાન થનાર છે, ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી જાહેર થયા તા.15-03-2026 ના રોજથી આદર્શ આચાર સંહિતા અમલી બની છે, ત્યારે કોઈપણ નાગરિકોએ/મતદારોએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવી હોય તો જાગૃત નગરજનો હવે C-vigil એપ દ્વારા ફરિયાદ ઓનલાઈન કરી શકે છે. આ ઉપરાંત આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર પણ કરી શકાય છે.કલેકટર કચેરી ખાતે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલમાં કાર્યરત C-vigil એપનું મોનિટરિંગ સતત 24×7 ટીમ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. જેમાં રાઉન્ડ ધ‌ ક્લોક 24×7 કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના ગુરુવાર ના રોજ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન હોય જાહેર જનતાને આદર્શ આચારસંહિતા ભંગ અંગે C-vigil એપ ઉપર કોઈપણ જાતની ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આદર્શ આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ ધ્યાનમાં આવે તો જાણ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment