ઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી થી ગરમાવો

ઝાલોદ,

ઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. વર્ષો થી દાહોદ જિલ્લા ના રાજ કરણ માં ઝાલોદ નગર પાલિકા ની પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે યોજાતી હોય છે. જ્યારે આ વખતે વર્ષો બાદ ઝાલોદ પાલિકા માં કોંગ્રેસ બહુમતી સાથે વિજયી બની સત્તા પર આવી હતી. જેમાં પાલિકા માં પ્રમુખ પદે કિંજલ બેન અમિતભાઇ કટારા ની વરણી કરવામાં આવી હતી .પાલિકા માં પ્રમુખ અને ઉપ- પ્રમુખ ની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતાં ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા નો જંગ હોય બંને પક્ષો એ પાલિકા માં સત્તા મેળવવા કવાયત હાથ ધરી હતી.
ઝાલોદ પાલિકા માં કુલ ૨૮ પૈકી ૧૪ કોંગ્રેસ ,૮ ભાજપ અને ૬ અપક્ષ સભ્યો ચૂંટાયેલા છે. જ્યારે ભાજપ ,કોંગ્રેસ અને અપક્ષ સભ્યો બે માસ પહેલા જ ભૂગર્ભ મા જતા રહેતા નગર માં ચર્ચા નો વિષય બન્યો હતો.૨૪ ઓગષ્ટ ના રોજ પ્રમુખ -ઉપ પ્રમુખ ની ચૂંટણી યોજાવાની છે. પ્રમુખ પદ સામાન્ય માટે છે ત્યારે કોના હાથ માં સત્તા આવશે તે કહેવું અઘરું છે .આમ પાલિકા માં સત્તા મેળવવા માટે કોંગ્રેસ અને ભાજપ એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે.

 

રિપોર્ટર : ઇફતેહખાન ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment