રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે. તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના E.S.R.-G.S.R. માં સંગ્રહ થાય છે. અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને E.S.R. તથા G.S.R. ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન…

Read More

રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર ડો.યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ આયોજન પ્રો.યશવંતભાઇ ગૌસ્વામીનાં હેઠળ કરીને રાજકોટનું નામ રાજય દેશમાં રોશન કરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે

  રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ ભાવનગર રોડના રેડ લાઈટ એરિયા ગણાતા વિસ્તારમાં ૧૦૦ જેટલી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલ જરૂરિયાતમંદ મહિલાઓને રાજકોટની દુર્ગા શક્તિ ટીમ તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયણા તેમજ શાકભાજીની કીટ બનાવીને વિતરણ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૪૬ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારને હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં હજારોની સંખ્યામાં લોકોને ક્લસ્ટર કવોરેન્ટન કરવામાં આવ્યા છે. ત્યારે અહીં જે પણ લોકો પોતાના ઘરમાં જમવાનું નથી બનાવી શકતા તેવા તમામ લોકોના ઘરમાં…

Read More

રાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ છે. સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ છે. સર્વે રકતદાનાઓને પ્રોત્સાહિત ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સિલ્વર એસોશીએસનના અનિલભાઇ તળાવિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર પરેશભાઇ પીળપીયા, પ્રભારી અશોકભાઇ લુગારીયા, ઘનશ્યામભાઇ કુગશીયા, દુષ્યંતભાઇ સંપટ, મુકેશભાઇ ધનસોતા, પિન્ટુભાઇ…

Read More

જૂનાગઢ ના કેશોદ માં SP દ્વારા વહેલી સવાર થી ચેકીંગ કરી રખડતા લોકો ના બોલાવ્યા મોર

કેશોદ, જૂનાગઢ જિલ્લા ના કેશોદ માં આજરોજ SP સૌરભ સિંઘ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં રોડ પર થી નીકળતા બિન જરૂરી લોકો ના વાહનો સામે સખ્તાઈ થી કાર્યવાહી કરવામાં આવેલ હતા. તેમના દ્વારા જુદા જુદા રોડ હાઇવે પર કડક ચેકીંગ કરી બિન જરૂરી રખડતા ઈસમો સામે કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો. લોક ડાઉન -2બાદ વેપારી ઓ ને થોડી છુટ છાટ આપવામાં આવેલ જેમાં પબ્લિક નો એક દમ ધસારો વધતા વ્યવસ્થા ખોળવાઈ હતી. ત્યારે ફરી તમામ દુકાનો સજ્જડ બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈ આજરોજ કેશોદ માં તમામ…

Read More

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને જન્મ આપ્યો, પુત્રનું મોઢું મોબાઈલમાં જ જોઈ શકી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ સગર્ભા મહિલા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા આવી અને કોરોના હોવાનું ખુલ્યુ હતું. હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા જ દિવસે સિઝેરીયનથી ડિલીવરી થઈ અને પુત્રનો જન્મ થયો. પુત્રને તુરંત જ માતાથી અલગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી. માતાને પુત્રનું મોઢુ ન જોવા મળતા તેને હજુ એવો વહેમ છે કે તેનુ બાળક બચી શક્યુ નથી. સવારથી રડી રહી છે. સાંજે મોબાઈલમાં તેણે પહેલી વખત પુત્રનું મોઢું જોયું ત્યારે તેને ધરપત થઈ હતી. સગર્ભાની વૃદ્ધ માતા પણ કોરોના પોઝીટીવ છે. બંને એક જ વોર્ડમાં દાખલ છે. પણ…

Read More

કોરોનના પગલે ધારીમાં ફરસાણ ની દુકાનમા પડેલ ફરસાણનો નાશ કરવામાં આવ્યો

ધારી, તા.  ૨૭/૪/૨૦૨૦ કોરોના વાઇરસ ના કારણોસર લોકડાઉન દરમ્યાન તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યું હતું. જ્યારે આજે કોરોનાની આ મહામારી માથી તંત્ર એ અમુક વ્યાપારીઓને દુકાન શરૂ કરવા જણાવ્યુ હતું ત્યારે ધારી તાલુકામા ફરસાણની દુકાનો મા પડેલ જૂનો ફરસાણ નો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી. ધારી ગામ પંચાયત ના એરિયા ધારી ગામ વિસ્તાર મા ફરસાણ ની દુકાનો મા સખ્ત કાર્યવાહી કરવામાં આવી. ધારી પ્રાંત અધિકારી, ધારી મામલતદાર, ધારી તાલુકા વિકાસ અધિકારી, ગામ પંચાયત સેક્રેટરી સીમાબેન વેગડા, નારણભાઈ વધાવા વગેરે દ્વારા ફરસાણ નો પડતર જથ્થા નો નાશ…

Read More

રાજકોટ શહેર રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનના પગલે રાજકોટ પોલીસ કમિશનર તથા અધિકારીઓ સાથે પેટ્રોલીંગ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉન યથાવતના પગલે રાજકોટ ના રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ બીજા તમામ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરજ પરના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે યોગ્ય સુચનો આપવામાં આવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન વડે સેનેટાઈઝર કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧૫ માં નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝર કરાવતા રાજકોટ શહેર મહાનગરપાલિકાના વોર્ડનં.૧૫ કોંગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તેમજ આગેવાનો પ્રવિણભાઈ મુછડીયા, અરવિંદ મુછડીયા, નરેશભાઈ પરમાર, લાલાભાઈ RTO તેમજ કોંગ્રેસ ના આગેવાનો તેમજ લતાવાસીઓ નો ખુબ સરસ સાથ સહયોગ મળ્યો હતો. હાલ લોકડાઉન ના પગલે કર્ફ્યુનો માહોલ સર્જાયો હોય. તેના અનુસંધાને કોગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવા માટે ટિફિન ની પણ સેવા આપે છે. હાલ નવા થોરાળા વિસ્તારમાં વશરામભાઈ સાગઠીયા તેમજ કોંગ્રેસના આગેવાનો લોકોને ખુબ મદદરૂપ થઈ રહ્યા…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન હાલ ના લીધે ૩જી મે સુધી લૉકડાઉન હોવાને કારણે હાલમાં લોકડાઉનમાં થોડી રાહત મળી છે. અમુક દુકાનો, દુધ, શાકભાજી, કરીયાણા દુકાનો ખોલવામાં આવેલ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની જનતાને સંબોધન. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More