રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉન યથાવતના પગલે રાજકોટ ના રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ બીજા તમામ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરજ પરના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે યોગ્ય સુચનો આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ