હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકોને રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુસર શિવશક્તિ એગ્રીટેક લિમીટેડ અને એલ.આઇ.સી. બોટાદ દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરની જગ્યા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ૧૮થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીનેપોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરીજરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
