૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

      આગામી ૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે આજે ભાવનગર મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર એન. કે. મીણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

 “Yoga For One Earth One Health” અને “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની થીમ સાથે ભાવનગર મહાનગર પાલિકા કક્ષાના કાર્યક્રમની સાથે તમામ શાળાઓ/કોલેજો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, તમામ વોર્ડમાં તેમજ આઇકોનીક સ્થળો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબધિત જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

આ ઉજવણીમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે રીતનું સુચારૂં આયોજન ઘડી કાઢવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ સુચનો કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. 

બેઠકમાં પ્રાંત યુવા વિકાસ અધિકારી વિશાલભાઇ જોષીએ મહાનગર પાલિકામાં યોજાનારા વિશ્વ યોગ દિવસ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરની સાથે વોર્ડવાઇઝ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચિત્રા, ફુલસર, નારી વોર્ડનો સાયન્સ સિટી ખાતે, કુંભાર વાડાનો હાદાનગર શાળા નંબર ૬૩ની સામેનું ગ્રાઉન્ડ, વડવા-બ માટે સર સખ્તસિંહજી પ્રાથમિક શાળા નંબર-૫૮, કરચલીયા પરાનો રૂવાપરી માતાજીનું મંદિર, ઉત્તર કૃષ્ણનગરનો આનંદનગર UPNIC સેન્ટર વીમાના દવાખાના પાસે, પોસ્ટ ઓફિસ સામે, પિરછલ્લાનો ઘોઘા સર્કલ અખાડો, તખ્તેશ્ર્વર વોર્ડનો શામળદાસ આર્ટસ કોલેજ, વડવા-અ નો પીલ ગાર્ડન, બોર તળાવનો ઓમ પાર્ટી પ્લોટ, કાળીયાબીડનો શ્રી સરદાર પટેલ સ્કૂલ ખાતે, દક્ષિણ સરદારનગર અધેવાડાનો શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલય, સેન મહારાજ ચોક પાસે, ઉત્તર સરદાર નગર- તરસમિયાનો છાપરૂં હોલ, ઘોઘા સર્કલપાસે, ઘોઘા સર્કલ અકવાડાનો અકવાડા મેઇન લેક-ઘોઘા રોડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 

  આઇકોનિક સ્થળ માટે નીલમબાગ પેલેસ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર, મોતીબાગ ટાઉન હોલ, પિલગાર્ડન અને વિક્ટોરિયા પાર્કનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી હતી. 

આ બેઠકમાં ડેપ્યુટી કમિશ્નર જે.કે.રાવળ, નાયબ પોલીસ અધિક્ષક ડામોર, જિલ્લા શિક્ષણાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઇ ગોહિલ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.          

Related posts

Leave a Comment