111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
હિન્દ ન્યુઝ, આણંદ
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર માટે ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવનાર છે.
પ્રથમ તબક્કા ની તાલીમ આગામી તારીખ 02 એપ્રિલના રોજ બપોરના 13-00 થી 15-00 કલાક દરમિયાન ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર માટે અને બપોરના 15-00 કલાકથી 17-00 કલાક સુધી પોલિંગ ઓફિસર- 1 માટે તાલીમ યોજાશે.તારીખ 4 એપ્રિલ ના રોજ ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે બપોરના 13-00 કલાકથી 15-00 કલાક સુધી પોલિંગ ઓફિસર માટે અને બપોર બાદ 15-00 કલાકથી 17-00 કલાક સુધી ફીમેલ પોલિંગ ઓફિસરની તાલીમ યોજવામાં આવનાર છે.
બીજા તબક્કાની તાલીમ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ આગામી તારીખ 10 મી એપ્રિલના રોજ બપોરના 13-00 થી 1500 કલાક સુધી અને 15-00 થી 17-00 કલાક, તારીખ 11 એપ્રિલ ના રોજ બપોરના 13-00 થી 15-00 કલાક અને 15-00 થી 17-00 કલાક દરમિયાન યોજાશે.
જ્યારે ત્રીજા તબક્કાની તાલીમ આગામી 22મી એપ્રિલ 2026 ના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે સવારે 8:00 કલાક થી શરૂ થશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર – 1, પોલિંગ ઓફિસર અને ફિમેલ કોલીંગ ઓફિસરનો સમાવેશ થાય છે.
