હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પીપલોદ પોલીસ લાઈન ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂ. ૧૧૬ કરોડના ખર્ચે પોલીસ ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સના મકાનો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રીએ સુરત શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે પીપલોદ પોલીસ લાઈન ખાતે રૂ. ૫૫.૫૩ કરોડના ખર્ચે કક્ષા બી/૧૯૨ ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઈન ખાતે રૂ. ૭.૩૦ કરોડના ખર્ચે કક્ષા-બી ૪૦ ક્વાટર્સ, ભેસ્તાન ખાતે રૂ. ૫.૨૨ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન અને મદદનીશ પોલીસ કમિશનર ‘J’ ડિવીઝન ઓફિસ, હજીરા ખાતે રૂ. ૪૩ કરોડના ખર્ચે સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સના રહેણાક મકાનો તથા બિન રહેણાક મકાનો, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૩.૬૯ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને લાજપોર જેલમાં રૂ.૧.૧૬ કરોડના ખર્ચે કિચનર્સ બેરેકના બાધકામનું ખાતમુહુર્ત કર્યું હતું.
