જિલ્લારાજકોટ ખાતે કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

    જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નવા ૭ પ્રશ્નો તેમજ ૮ પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા કરવામા આવી હતી.

નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે સ્થાનિક કક્ષાએ તાલુકા તેમજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત, રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ટી.પી. શાખાને લગતા પ્રશ્ન, સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન વિભાગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, નેશનલ હાઈવે સહિતની કચેરીઓમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા જિલ્લા કલેકટરએ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

Leave a Comment