હિન્દ ન્યુઝ, જંબુસર
જંબુસર તાલુકાના નોંધણા ગામ પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા સ્કૂલમાં નન્હીકલી પ્રોજેક્ટ ગામ લેવલે તુફાન ગેમ રમાઈ હતી. જેમાં શાળા ની બધી વિદ્યાર્થીનીઓ ભાગ લીધો. તેમાંથી સાત વિદ્યાર્થીનીઓ જિલ્લા લેવલમાં સિલેક્ટ થઇ હતી. જંબુસર પી.ઓ. નૂતન યાદવ અને નન્હી કલી પ્રોજેક્ટ હસ્તક જિલ્લા તુફાન ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં શાળાની નન્હી કલી સાત વિદ્યાર્થીનીઓ ને મોકલવામાં આવી હતી. તેઓને નવો અનુભવ મળ્યો. તેમાંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી ભાવિશાબેન રાજેશભાઈ વાઘેલા, ધોરણ આઠમાં અભ્યાસ કરતી રેશ્માબેન રાજુભાઈ વાઘેલા એમ બે છોકરીઓ નેશનલ ગેમમાં સિલેક્ટ થયેલ હોઈ તેવોને નેશનલ તુફાન ગેમ માટે હૈદરાબાદ માટે પસંદગી કરવામાં આવી. અને નન્હી કલી પ્રોજેક્ટ પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા ને ઘણી ખુશી પ્રાપ્ત થઈ ત્યારે આ બે વિદ્યાર્થીનીઓ દ્વારા વાઘેલા સમાજનું નામ રોશન કરે એવી સૌ ની આશા.