BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોંસ્ટ્રેશન મશીન અર્પણ કર્યા

હિન્દ ન્યૂઝ, ખેડા 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21કોંસ્ટ્રેશન મશીન અને 38 ઓકસીમીટરનુ નિ:શુલ્ક ખેડા જિલ્લાની હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું. વર્તમાન સમયમાં ઓક્સિજ્નની કટોકટી છે, ઓક્સિજ્નના અભાવ જોવા મળે છે અને સારવાર ખૂબ મુશ્કેલ બની છે, આ સંજોગોને ધ્યાનમા રાખીને પૂ મહંત સ્વામીની પ્રેરણાથી BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 21કોંસ્ટ્રેશન મશીન અને 38ઓકસીમીટર નિ:શુલ્ક હોસ્પિટલમાં આપવામાં આવ્યા. આ સેવાકાર્યમાં કોલેજ રોડ  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂ. સર્વમંગલ સ્વામી (કોઠારી સ્વામી) પૂ.અક્ષરનયન સ્વામી, પૂ.ધર્મેનિલય સ્વામી, તથા પૂ.શાંતપુરુષ  સ્વામી., શ્રીરંગ સ્વામી દ્વ્રારા મશીનોની વિધિવત્ પુજા કરવામાં આવી. ત્યાર બાદ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો દ્વારા હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની હાજરીમાં  સ્વયં સેવકો દ્વારા અર્પણ કરવામાં આવેલ છે .

   આ 21 કોંસ્ટ્રેશન મશીનમા ઍક મશીનથી 2 દર્દીને ઓક્સિજ્ન પ્રાપ્ત થશે. તેવી વ્યવસ્થા આ મશીનમાં છે. એટલેકે 42 જેટલા દર્દીને આ મશીન ઓક્સિજ્ન પૂરો પાડી શકશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment