હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, સાહિત્ય, લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શન ઉપરાંત કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન નિહાળ્યું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ પરિસરને ઐતિહાસિક ‘સ્મૃતિ સ્થળ’ તરીકે વિકસાવવામાં આવ્યું છે.