નહેરુ યુવા કેન્દ્ર સુરત અને માય ભારત- સુરતના માધ્યમથી માંડવી આઈ.ટી.આઈ. ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના “નેહરુ યુવા કેન્દ્ર-સુરત” અને “માય ભારત-સુરત” ના માધ્યમથી સુરતના માંડવી ખાતે આઈ.ટી.આઈ. માં તાઃ૧૫મીના રોજ “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.      

               આ અવસરે માંડવી તાલુકાના ૧૦૦ થી વધુ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ જનજાતિય ગૌરવ દિવસનું મહત્વ તેમજ ભારત વર્ષના મહાન ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે ઉપસ્થિતિ યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે સાથે કેન્દ્ર સરકારના માય ભારત પોર્ટલની કાર્યપ્રણાલી તથા તેના લાભો વિશે પણ યુવાઓને માહિતગાર કરી તેમને માય ભારત પોર્ટલ પર પંજીકૃત પણ કરવામાં આવ્યા હતા.

            કાર્યક્રમને અનુલક્ષીને આવેલા યુવાનોમાં એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આઈ.ટી.આઈ. માંડવી ના આચાર્યશ્રી ભૂપેશભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યુવાઓ સાથે એક પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાજીની સ્થાનિક પ્રતિમા પાસે વિદ્યાર્થીઓ તેમજ આઈ.ટી.આઈ. ના શિક્ષક મિત્રો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.

            સમગ્ર કાર્યક્રમનું સંચાલન નહેરુ યુવા કેન્દ્ર-સુરત ના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સેવક ગૌરવ પડાયા, આયુષ દોશી, આયુષ સુરતી તેમજ નિધિ ખેંગાર દ્વારા કરવામાં આવ્યું હતુ.

Related posts

Leave a Comment