દિયોદર,
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા વરસાદ ને લીધે અને કોરોના મહા મારી વચ્ચે તાલુકાના ગામોમાં કોઈ રોગ ચાળો ફાટે નહીં એ પહેલાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ બ્રેજેશ વ્યાસ અને રૈયા પી. એચ સી. ના મેડીકલ ઓફિસર તથા આરોગ્ય ની ટીમે રૈયા ગામે કોઈ ભંગાર ના વાડા, કે ઔધોગિક એકમો, વરસાદી પાણી ભરાઈ જાય જેમાં મચ્છર ના ઉપદ્રવ ના વધે એમાટે દરેક ક્ષેત્ર એકમોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. જ્યાં પાણી ભરાય ત્યાં દવા છંટકાવ કરવા જાણવવામાં આવ્યું છે.. તથા ભંગાર ના વડાઓમાં ઘન કચરો દૂર કરી ભંગારનો સામાન ત્રણ દિવસ સુધી ભરી અથવા યોગ્ય નિકાલ કરી દિયોદર આરોગ્ય અધિકારી ને જાણ કરવા સૂચન કરતાં પત્ર દ્વારા નોટિસ જારી કરી છે.
દિયોદર તાલુકા હેલ્થ કચેરી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયાના દિયોદર માં આગામી વરસાદ ને લઈને આરોગ્ય ને લઈને તાલુકાના ગામોમાં તથા દિયોદર ની અંદર ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ન ઉદ્ભવે તેના માટે દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડો વ્યાસ ના માર્ગદર્શન થી દિયોદર માં આવેલા ભંગાર ના વાડા અને ઔધોગિક ક્ષેત્રોમાં જઈ મચ્છર જન્ય ઉત્પાદક સ્થાનો દૂર કરવા માટે આરોગ્ય ટીમ દ્વારા લેખિત સૂચન કરવામાં આવ્યું અને તે લોકોને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી અને દિન 3 માં ભંગારનો માલ ભરાવી દેવા અને પાણી નો નિકાલ કરવા સૂચન કર્યું. આરોગ્ય ખાતા ની ટીમમાં તાલુકા સુપરવાઇઝર બાબુભાઈ ભૂસા અને એમની સાથે ટીમ માં નરેશભાઈ પંચાલ, શૈલેષભાઈ પઢીયાર, વિજયભાઈ લકુમ સારી કામગીરી કરવા માં આવી.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર