ખનીજ કૌભાંડ અત્તિઆધૂનિક મશીનની મદદથી ગેરકાયદેસર કાચા સોના જેવી ખનિજની ચોરી કરી વિદેશ મોકલવાના ષડયંત્રમાં સંડોવાયેલા ખનિજ માફીયાઓમાં ફફડાટ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ કલ્યાણપુર તાલુકાના મેવાસા નજીક ભોપામઢી ખાતે ખનીજ ચોરીનુ કૌભાંડ ચાલતું હોવાની રાજકોટ રેન્જ I.G. સંદિપસિંહને મળેલી બાતમીના આધારે પોતાના અંગત વિશ્ર્વાસુ એવા R.R સેલના P.S.I વી.બી.ચૌહાણ, જયદેવસિંહ જાડેજા અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે છેલ્લા ૧૫ દિવસથી ખનીજ ચોરી કૌભાંડ પકડવા મેદાને ઉતાર્યા હતા. પોલીસ સ્ટાફે ભોપામઢી ખાતે અતિ આધૂનિક મશીનની મદદથી ૬૦ થી ૭૦ ફુટ જેટલા ઉંડા ખાડા કરી અતિ કિંમતી ખનિજની ચોરી કરવાના ચાલતા કૌભાંડ જોઇ ચોકી ઉઠયા હતા. મોટા પાયે ચાલતા કૌભાંડ પર દરોડો પાડવા માટે વધારાનો પોલીસ સ્ટાફ બોલાવ્યા બાદ ઘટના સ્થળેથી ડાડુ પીઠા કંડોરીયા, વાલા કુલજી પરમાર, ભાવેશ ગોવા સુવા, રમેશ ભીખા કરંગીયા, હીમર નગા કાંબરીયા, મારશી એભા બેલા, રતનજી હમીર મોરી અને ધાઘાભા રાયમલભા કુરાણી નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસની મર્યાદિત સતા સામે રાજકીય રીતે વગ ધરાવતા ગણાતા ખનિજ માફીયા પોલીસના ડર વિના અને ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ અબજો રૂપિયાની ખનિજ ચોરી કરી વિદેશ પહોચતી કરવાનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment