હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ ફોર વ્હીલર મોટર વાહન માટેની નવી સીરિઝ નંબરોના ગોલ્ડન-સિલ્વર નંબરોના ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ છે. ફોર વ્હીલર વાહનોની નવી સીરિઝ GJ32ANના ગોલ્ડન-સિલ્વર નંબરની હરાજી થશે. જેમાં વાહન માલિકો ૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેમાં તા.૦૫/૦૮/૨૦૨૬ થી તા.૦૦૮/૦૮/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૮/૦૮/૨૦૨૬ થી તા.૧૦/૦૮/૨૦૨૬ (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યૂઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર…
Read MoreMonth: August 2026
આર્મી/એરફોર્સ/નેવી/ લશ્કરી દળોમાં જોડાવા ઈચ્છૂક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી ગીર સોમનાથ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે. રહેવા તથા જમવાની સગવડ સાથેના આ તાલીમ વર્ગનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. જેમાં શારીરિક તેમજ લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, તો આ પૂર્વ આયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના ૧૭.૫ વર્ષ થી ૨૩ વર્ષના પુરૂષ ઉમેદવારોએ તા.૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર…
Read Moreકલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાનેબાલીકાઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
“નારી વંદન ઉત્સવ” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના હસ્તે દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના મંજૂરી હૂકમ વિતરણ, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજિન કીટ અને એજ્યૂકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read Moreવેરાવળ ખાતે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
હિન્દ ન્યુઝ, વેરાવળ સમગ્ર જિલ્લામાં તા.૦૧ ઓગસ્ટ થી તા.૦૮ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારીત “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ’ નિમિત્તે વેરાવળની ચોકસી કોલેજ, રાજેન્દ્રભુવન રોડ પર જનજાગૃતિ રેલી યોજાઈ હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થિનીઓ દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” ના સ્લોગન ટી-શર્ટ પહેરી જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો. શહેરના રાજેન્દ્રભુવન રોડ પર નીકળેલી આ રેલીમાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’, ‘દીકરી-દિકરો એક સમાન’, ‘સ્ત્રી ભૃણ હત્યા અટકાવો’, ‘ગર્ભ પરીક્ષણ કરાવવું તે કાયદાકીય ગુન્હો છે’…
Read Moreવેરાવળ-તાલાલા રોડ પર પેચ મિક્સિંગ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદે વિરામ લીધો છે. વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકોને પડતી અગવડતા દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ પ્રતિબદ્ધ છે. હાલ વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગોના દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા જરૂરી મશીનરી અને માનવબળ સાથે વેરાવળ-તાલાલા રોડ પર પેચ મિક્સિંગ કરવામાં આવ્યું હતું. વરસાદે વિરામ લેતા સિમેન્ટ-કોંક્રિટના પેચ મિક્સિંગ વર્કની સતત કામગીરી કરવામાં આવી રહી છે.
Read Moreસૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તબક્કાવાર ખેતી વિશે જાણકારી તેમજ વિવિધ યોજનાકીય સહાય વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં. આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારની બાગાયત ખાતાને સંલગ્ન વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલિમ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.સી.દવેરાએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી અને…
Read Moreઆંકોલવાડી ખાતે વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત વિનયમંદિર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ તથા પી.સી.પી.એન્ડ.ડી.ટી કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં DHEW (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી ચિંતન ગોંડલિયાએ “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ના હેતુ વિશે માહિતી આપી હતી. તેમણે “નારી વંદન ઉત્સવ”ના માધ્યમથી મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે…
Read Moreપ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંબોધન સાથે સુરતના સમરસ છાત્રાલય ખાતે ૪૦૦થી વધુ યુવાનોએ લીધો નશામુક્ત ભારતનો સંકલ્પ
હિન્દ ન્યુઝ, સુરત યુવા અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત MY Bharat, સુરત દ્વારા સમરસ છાત્રાલય ખાતે નશામુકત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે માય ભારત પ્રેરિત ‘નશામુક્ત યુવા’ ફોર વિકસિત ભારત@૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. ‘નશા મુક્ત યુવા– વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં એક કરોડથી વધુ યુવાનોને જોડતા આ અભિયાન અંતર્ગત સુરતમાં અંદાજે ૪૦૦થી યુવાનો ઉત્સાહભૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. …
Read Moreવલસાડ જિલ્લામાં ટૂંક સમયમાં “FSAS –Fertilizer Sale Application System” નો પ્રારંભ થશે
હિન્દ ન્યુઝ, વલસાડ ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર “FSAS –Fertilizer Sale Application System” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતશ્રીઓ રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે. ઉપરોક્ત સિસ્ટમની અમલવારી આગામી ટુંક સમયમાં…
Read Moreવલસાડ જિલ્લાના પુરગ્રસ્તોની વ્હારે આદિવાસી ગીતકાર દિપક ચોબડીયા, સ્વખર્ચે ૨૧૦૦ રાશનકિટ્સનું વિતરણ કર્યુ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને મદદરૂપ બનવા વહીવટીતંત્ર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ જોડાઇ હતી. આ સેવા યજ્ઞમાં અનેક લોકોએ જોડાયને સેવા કાર્ય કર્યુ છે. ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયાના દિપકભાઇ ચોપડીયાએ ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ૨૧૦૦ જેટલી રાશન કિટસ બનાવી જરૂરતમંદો સુધી પહોચાડી હતી. ઉમરગામ તાલુકાના પૂર અસરગ્રસ્ત એવા અંકલાછ, નગવાસ, ઝરોલી, ધનોલી, નંદીગામ, ભિલાડ, બોરલાઇ, કરમબેલે, નાહુલી, એકલેરા, પૂનાટ, જમ્બુરી અને મોહનગામ વિસ્તારોમાં ૨૧૦૦થી વધુ અનાજ કરિયાણાની કીટસનું સ્વખર્ચે બનાવી પાંચ દિવસ સુધી વિતરણ કર્યુ હતુ. પૂરમાં જેમની ઘરવખરી નાશ પામી…
Read More