જિલ્લા ગ્રામ વિકાસ હસ્તક સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ માસીક સ્ત્રાવ દિવસની કરાઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લામાં બાવકા શિવ મંદિર પાસે આવેલ હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ હસ્તક સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ માસીક સ્ત્રાવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આઈ. સી. ડી. એસ. શાખા, આરોગ્ય શાખા, સીની સંસ્થા, સખી મંડળની બહેનો તેમજ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. તેમના દ્વારા આ દિવસની ઉજવણી નિમિતે લોકોને સમજવવામાં આવ્યા. સ્વચ્છતા વિશેની સમજ આપવામાં આવી અને જૂની માન્યતામાં રહેલ વિસંગતતા વિશેની માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2026 માટેની થીમ “Together…

Read More

વડોદરા જિલ્લામાં નિવૃત્ત થયેલા ૧૦૫ શિક્ષકોનું પેન્શન એક જ દિવસમાં મંજૂર કરાયું

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૩૦થી ૩૫ વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ૧૦૫ નિવૃત્ત શિક્ષકોના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ શહેરની અંબે વિદ્યાલયના સભાખંડમાં યોજાયો હતો. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોને પુષ્પગુચ્છ, દિનચર્યા નોંધપોથી, પંચાંગ, સન્માનપત્ર તેમજ પેન્શન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો નિવૃત્તિના દિવસે જ અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મહેશભાઈ એમ. પાંડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૩૧ મેના રોજ નિવૃત્ત થયેલા તમામ ૧૦૫ શિક્ષકોને આગામી ૧ જુલાઈથી નિયમિત પેન્શન મળવાનું શરૂ થઈ જશે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે…

Read More

માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતાં ૨૫૦થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં ૩૫૦ થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.   સમગ્ર ૧૫ દિવસ દરમિયાન ૧૦ દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર બની ગયો હતો.આ પ્રસંગે ડૉ.સુરેજા, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલશ્રી, નગરપાલિકાના માજીપ્રમુખ તેમજ…

Read More

સચિન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર કેમ્પ બન્યો આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, સુરત     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૫ દિવસ માટે ૨૨૫ સમર કેમ્પો યોજાયા હતા. જે પૈકી સુરતમાં ૨૫ અને સચિનમાં બે સમર કેમ્પ યોજાયા હતા. દરેક સમર કેમ્પમાં ૧૦૦+થી અધિકની સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.           આ સમર કેમ્પમાં બાળકોએ મોબાઈલ ટીવી ભૂલી યોગને ઉત્સાહભેર અપનાવ્યું હતું. સુરતના વોર્ડ નંબર ૩૦માં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સચિન વિસ્તારના સમર કેમ્પની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.           ઝોન ઓર્ડીનેટર ડો.પારુલ પટેલની અધ્યક્ષતામાં અને મેન્ટર પ્રકાશ ભાવસાર, યોગ ટ્રેનર કમલેશ…

Read More

ભીતોડીમાં સમર યોગ કેમ્પનું સફળ સમાપન

હિન્દ ન્યુઝ, દાહોદ       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તા. ૧૬/૫/૨૦૨૬ થી ૩૦/૫/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ ૧૫ દિવસીય સમર યોગ કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું. યોગ કોચ શંકરભાઈ કટારા દ્વારા દરરોજ સવારે ૭ થી ૯ દરમ્યાન ૧૩૦ બાળકોને આસન, પ્રાણાયામ, ધ્યાન સહિત આદર્શ દિનચર્યા, સંસ્કાર અને મોબાઈલની આડ અસરો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાપન સમારોહમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર ધુળાભાઈ પારગી દ્વારા આચાર્ય અને યોગ કોચનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. બાળકોને સર્ટિફિકેટ તથા દાતાઓ દ્વારા ચોપડા, પેન અને વ્યસનમુક્તિ સાહિત્યનું વિતરણ કરાયું. વાલીઓએ…

Read More

ગાંધીનગર આયોજીત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા. ૨૫-૦૫-૨૦૨૬ થી તા. ૩૧-૦૫-૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      રાજય સરકારના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા. ૨૫-૦૫-૨૦૨૬ થી તા. ૩૧-૦૫-૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં શ્રી એમ.એચ.પારેખ આદર્શ સ્કુલ ધોરાજીના ૭૨ શિબિરાર્થીઓ તથા વ્યક્તિગત ૦૮ શિબિરાર્થીઓ સહિત કુલ ૮૦ શિબિરમાં જોડાયા હતા. જેમાં મિલન વાગડિયા પાંચ પીપળા, રણજીતસિંહ ઝાલા ધાંગધ્રા, પ્રદીપકુમાર રાજસ્થાન, હસમુખ વેગડ , રોહિત વેગડ સરતાનપુર, સંજય ચૌહાણ રાજુલા, ખુશાલી સુરાણી ભાવનગર, ઋત્વી ડેર ઉપલેટાએ તાલીમ આપી હતી. …

Read More

બાવકા ગામ ખાતે Collectives for Integrated Livelihood Initiatives (CInI) દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે બાવકા ગામ ખાતે Collectives for Integrated Livelihood Initiatives (CInI) દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગમાથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (ADHO) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર(RCHO), ડિસ્ટ્રિક પ્રોગ્રામ કોર્ડિનેટર (DPC), પ્રોગ્રામ મેનેજર વોશ – સીની દાહોદ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  બાવકા પી.એચ.સી ના મેડિકલ ઓફિસર, તથા આરોગ્ય સ્ટાફ, મિશન મંગલમ, સ્વચ્છ ભારત મિશનના પ્રતિનિધિઓ, ગામના સરપંચ શ્રીમતી લીલાબેન પપુભાઈ પસાયા તેમજ મોટી સંખ્યામાં સમુદાયની…

Read More

પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, સરકારની કલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ આગામી વિકાસ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રભારીમંત્રી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ પ્રકલ્પોની સ્થિતિ અંગે માહિતી મેળવી સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા અધિકારીઓને…

Read More

કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના વરદહસ્તે 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ચાલનારા રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’ શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતેથી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ના વરદહસ્તે 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ચાલનારા રાજ્યવ્યાપી ‘ખેત બચાવો અભિયાન’નો કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.  રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આડેધડ ઉપયોગ સામે જમીનની ફળદ્રુપતા બચાવવા અને કેન્સર જેવા ગંભીર રોગોથી માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા આગામી સમયમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો…

Read More

વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.  જિલ્લા કલેકટર વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની, સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા, પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી, સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સમગ્ર…

Read More