હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં બાવકા શિવ મંદિર પાસે આવેલ હોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ હસ્તક સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ માસીક સ્ત્રાવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આઈ. સી. ડી. એસ. શાખા, આરોગ્ય શાખા, સીની સંસ્થા, સખી મંડળની બહેનો તેમજ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા. તેમના દ્વારા આ દિવસની ઉજવણી નિમિતે લોકોને સમજવવામાં આવ્યા.
સ્વચ્છતા વિશેની સમજ આપવામાં આવી અને જૂની માન્યતામાં રહેલ વિસંગતતા વિશેની માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2026 માટેની થીમ “Together for a Period Friendly World” મુજબ તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળો એ કિશોરીઓ માટે ખાસ જન જાગૃતિ ની પ્રવૃતિઓ કરવામાં આવી. જે નિમિતે નીચે મુજબની માહિતી આપવામાં આવી. જેનો મુખ્ય હેતુ શરમ કે સંકોચ વગર આ બાબતને સહજતાથી સ્વીકારવા માટે લોકોને જાગૃત કરવાનો છે.
📌કિશોરીઓને માસિક ધર્મ વિષે સમજણ આપવામાં આવેલ.
📌 માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવા સમજવામાં આવી.
📌 માસિકમા થતી તકલીફને કેવી રીતે નિવારી શકાય.
📌આજની કિશોરી ભાવિ પેઢીનું ભવિષ્ય છે તેથી તેમના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે લેવી તે વિશે સમજણ આપવામાં આવી
વધુ માં કિશોરીઓને IFA ટેબ્લેટ્સ, સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. કિશોરીઓનુ હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું.
🔴 RED DOP CAMPAIN કામગીરી કરીને SAFE SANITARI PAD DISPOSABLE ને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
૧. માસિક ચક્ર,
૨. માસિક દરમિયાન સ્વચ્છતા,
૩. માસિક અંગે માન્યતાઓ અને હકીકતો
૪. કિશોરાવસ્થામાં આવતા પરીવર્તન
૫. સમતોલ આહાર
૬. શારીરિક સ્વચ્છતા
૭. નાની ઉંમરે ગર્ભ ધારણ
૮. આયર્નની ગોળી આપવામાં આવી.
