હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૫ દિવસ માટે ૨૨૫ સમર કેમ્પો યોજાયા હતા. જે પૈકી સુરતમાં ૨૫ અને સચિનમાં બે સમર કેમ્પ યોજાયા હતા. દરેક સમર કેમ્પમાં ૧૦૦+થી અધિકની સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
આ સમર કેમ્પમાં બાળકોએ મોબાઈલ ટીવી ભૂલી યોગને ઉત્સાહભેર અપનાવ્યું હતું. સુરતના વોર્ડ નંબર ૩૦માં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સચિન વિસ્તારના સમર કેમ્પની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ઝોન ઓર્ડીનેટર ડો.પારુલ પટેલની અધ્યક્ષતામાં અને મેન્ટર પ્રકાશ ભાવસાર, યોગ ટ્રેનર કમલેશ સિંહ, ધવલ શાહ, હિમાની શાહ, જંગબહાદુર, ત્રિલોક સિંહ અને ૪૦૦ થી અધિક બાળકો અને વાલીઓ એ લાભ લીધો હતો.
