હિન્દ ન્યુઝ, દાહોદ
વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે બાવકા ગામ ખાતે Collectives for Integrated Livelihood Initiatives (CInI) દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગમાથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (ADHO) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રીપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર(RCHO), ડિસ્ટ્રિક પ્રોગ્રામ કોર્ડિનેટર (DPC), પ્રોગ્રામ મેનેજર વોશ – સીની દાહોદ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બાવકા પી.એચ.સી ના મેડિકલ ઓફિસર, તથા આરોગ્ય સ્ટાફ, મિશન મંગલમ, સ્વચ્છ ભારત મિશનના પ્રતિનિધિઓ, ગામના સરપંચ શ્રીમતી લીલાબેન પપુભાઈ પસાયા તેમજ મોટી સંખ્યામાં સમુદાયની મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને કિશોરીઓ દ્વારા માસિક ધર્મ સંબંધિત પોતાના અનુભવોની વહેંચણી કરવામાં આવી હતી અને માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે તે અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. બેનો તથા કિશોરીઓ માસિક ને સામાન્ય માને એ ધ્યેયથી બેનો સાથે લાલ ડાઘ અને મેન્સ્ટ્રુઅલ બ્રેસ્લેટ જેવી પ્રવૃતિઓ, માસિક સ્વછતાને લગતા વિવિધ IEC મટીરિયલ, માસિકમાં ઉપયોગમાં લેવાતા ડિસ્પોસેબલ તથા રિયુસેબલ પેડના નિદર્શન અને સમજણ પૂરી પાડવામાં આવ્યું હતું .
આ ઉપરાંત કાર્યક્રમ માં આવેલા મહેમાનો કિશોરીઓ તથા મહિલાઓ ને માસિક સ્વાસ્થ અને સ્વચ્છતા વ્યવસ્થાપન (MHHM) અંગે યોગ્ય માહિતી અને આરોગ્યપ્રદ આદતો અંગે સમજણ આપવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ માસિક ધર્મ પ્રત્યે જાગૃતિ વધારવી, અંધશ્રદ્ધા અને સંકોચ દૂર કરવો તેમજ મહિલાઓ અને કિશોરીઓને સ્વચ્છતા અને આરોગ્ય અંગે સશક્ત બનાવવાનો રહ્યો હતો.
કાર્યક્રમ અંતે તમામ આરોગ્ય અધિકારીઓ, બાવકા PHC ના સ્ટાફ તેમજ સમુદાયની બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
