હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં જાંબુર, જશાધાર, સુરવા, મંડોરણા, બામણાસા, રામપરા, માધુપુર, હડમતિયા અને ભીમદેવળ સહિત આસપાસના ગામોમાંથી ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી અને આ તમામ મહિલાઓનો સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસની સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. તે ઉપરાંત સગર્ભા મહિલાઓને સ્વચ્છતા અને માર્ગદર્શન પણ આપવામાં…
Read MoreMonth: July 2025
તાલીમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતાં ઉનાના ખેડૂતો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઉનામાં જલારામ વાડી ખાતે તા.૦૩ જૂલાઈથી ૦૫ જૂલાઈના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી આશરે ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીમાં આગળ વધી અને સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની…
Read Moreજામનગર જીલ્લા અદાલતોમાં કેસોના ઝડપી નીકાલ માટે મીડિયેશન ફોર નેશન કેમ્પેઈન – સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાની તમામ અદાલતોમાં ૧ લી જુલાઈથી આવનારા ત્રણ મહિના અંતર્ગત- નાલસા તથા MCPC દ્વારા મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યની તમામ કોર્ટમાં પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા માટે આયોજન કરવામા આવેલ છે. જામનગર જીલ્લાની અદાલતમા પડતર કેસાના લાગતા વળગતા તમામ પક્ષકારોને તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે લગ્ન જીવનની તકરારો ને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો,…
Read Moreજામનગર જિલ્લાના નાગરિકો કિચન ગાર્ડન માટે રાહત દરે બિયારણ મેળવી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર દરેક નાગરીક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીયન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી (ભીંડો, ટમેટા, મરચા, રીંગણ, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કાકડી, ગુવાર, ડુંગળી, મેથી, ધાણા, વગેરે)નુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતર કિફાયતી દરે વિતરણ કરવામા આવે છે. રસ ધરાવતા…
Read Moreજામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ તથા સાયબર સેફટી અન્વયે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૧૦માં સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ખાતે ડેપ્યુટી મેયર ક્રિશ્નાબેન સોઢાનાં અધ્યક્ષસ્થાને મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા ઘરેલું હિંસા ૨૦૦૫ કાયદા અંગે તથા પી.એસ.આઈ.શ્રી એચ.કે. ઝાલા દ્વારા સાઈબર ક્રાઈમ અંગે, ડીજીટલ માધ્યમથી મહિલાઓને સોશિયલ મીડીયાના માધ્યમથી થતા ગુન્હાઓ સબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા…
Read Moreઆંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જામનગર દ્વારા કાપડની થેલીનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર દર વર્ષે 3 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેનો મુખ્ય હેતુ વપરાશવાળી પ્લાસ્ટિક બેગથી થતું પ્રદૂષણ ઘટાડવું અને તેના વિકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. લોકો સ્વૈચ્છિક રીતે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે હેતુથી સરકાર દ્વારા પણ અનેક જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી દ્વારા લોકોને ૪૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પ્લાસ્ટીક બેગથી થતા નુકશાન અને તેનો ઉપયોગ ટાળવા જણાવ્યું…
Read Moreશિહોર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની જરૂરિયાત અને તક પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ અને ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ (CBBO) રાજકોટ અને ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ FPO ના સંયુક્ત ઉપક્રમે આયોજીત પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ની જરૂરિયાત અને તક પરિસંવાદ બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે યોજાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક FPO ની એક જિલ્લા એક બ્રાન્ડ માટે આયોજિત પરિસંવાદમા અધ્યક્ષ ડો. ડૉ. વી. પી. રામાણી (રિસોર્સ પર્સન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ) ઉપસ્થિત રહેલ જેણે પ્રાકૃતિક ખેત પેદાશની મૂલ્યવર્ધન અને માર્કેટિંગની માહિતી આપેલ ઉપરાંત ઘાસ વસર્ગીય અને આયુર્વેદમા ઉપયોગી એવા…
Read Moreભાવનગર ખાતે ઓઈલપામને લગતી બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે ઓઈલપામને લગતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશી અને પ્રી યુનીક લિમિટેડના ગુજરાત હેડ શ્રી રવીન્દર તેમજ ભાવનગર જિલ્લાના ઓફિસર તથા જિલ્લામાં કાર્ય કરતા સ્ટાફ અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં 2025~26 માં ઓઈલપામના વાવેતરને લગતી ચર્ચા કરવામાં આવી અને આગળ કેમ વધારેમાં વધારે ઓઈલ પામનું વાવેતર જિલ્લામાં વધે તેની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં ઓઈલ પામનું વાવેતરમાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે દિશામાં કામ આગળ વધે તે રીતે કાર્ય કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી.
Read Moreભાવનગર તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. અભ્યાસ ન કરતાં સ્પર્ધકોએ પોતાના વિસ્તાર મુજબ ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરના કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે…
Read Moreગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભાજપા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની સાથે એક ખૂબ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચઓ અને પંચાયતના સદસ્ય સાથે સંવાદ સાધીને તેમનું અભિવાદન કર્યું. આ અવસરે, પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે રૂ. 1200 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી ગ્રામ પંચાયતોને કરવામાં આવી. તેમજ ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ 761 સમરસ ગ્રામ પંચાયતોને રૂ. 35 કરોડથી વધુની પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી પણ કરી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પાક્કા આવાસ સહિતની સુવિધાઓથી સુસજ્જ ગામડાઓમાં ટેકનોલોજીથી સરકારની તમામ યોજનાઓના લાભ નાગરિકો મેળવી રહ્યા છે. દરેક પંચાયત સ્વચ્છતા,…
Read More