આંકોલવાડીમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     તાલાલા તાલુકાના આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી.

આ કેમ્પમાં જાંબુર, જશાધાર, સુરવા, મંડોરણા, બામણાસા, રામપરા, માધુપુર, હડમતિયા અને ભીમદેવળ સહિત આસપાસના ગામોમાંથી ૬૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી અને આ તમામ મહિલાઓનો સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસની સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. તે ઉપરાંત સગર્ભા મહિલાઓને સ્વચ્છતા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ મેડિકલ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સાંભળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો હતો. આ કેમ્પમાં ડો.મિત, ડો.ભંડેરી તથા પી.એચ.સી.નો સ્ટાફ, આશા બહેનો અને ખીલખીલાટની ટીમ સહભાગી થયા હતાં. 

Related posts

Leave a Comment