હિન્દ ન્યુઝ, જામનગર
દરેક નાગરીક પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીયન ગાર્ડન)નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી (ભીંડો, ટમેટા, મરચા, રીંગણ, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કાકડી, ગુવાર, ડુંગળી, મેથી, ધાણા, વગેરે)નુ વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતર કિફાયતી દરે વિતરણ કરવામા આવે છે.
રસ ધરાવતા જામનગર જીલ્લાના નાગરીકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર (ફોનનં. (0288)2571565) ખાતે રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
