હિન્દ ન્યુઝ, જામનગર તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવાનું હોવાથી તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ ખાતે મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે સુધારા યાદી જાહેર જનતા પાસેથી સલાહ – સૂચનો મેળવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઓફીશીયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ ઉપર ઉપલબ્ધ છે. જેની વેબ લિંક https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/DraftPSPSL.aspx છે. જામનગર જિલ્લાની જે જનતાને મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીમાં કોઈ સલાહ-સૂચનો હોય તો આગામી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં નજીકની મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી અને કલેકટર કચેરી ખાતે…
Read MoreMonth: July 2025
આગામી તા.૨૩ જુલાઈના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસે યોજવામાં આવે છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ ૨૩-૦૭-૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેક્ટરશ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને મદદનીશ કલેકટર કચેરી ધ્રોલના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તારીખ ૧૭/૦૭/૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…
Read Moreઆણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓ ખાતે દર શનિવારે “આનંદદાયી શનિવાર” તથા “બેગલેસ ડે નું આયોજન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓ માટે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના નિયામક દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીઓને આપવામાં આવેલ સૂચના મુજબ દર શનિવારે ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકો માટે “બેગલેસ ડે” અને “આનંદદાયી શનિવાર”ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ મુજબ આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓ ના ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકોના મનો શારીરિક વિકાસ તેમજ રમત ગમત,…
Read Moreઆણંદ ખાતે નિ:શુલ્ક સંરક્ષણ ભરતી વર્ગની ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સરકારના રોજગાર વિભાગના નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,આણંદ દ્વારા આગામી સમયમાં આણંદ ખાતે નિશુલ્ક સૌરક્ષણ ભરતી વર્ગ ની ૩૦ દિવસીય નિવાસી તાલીમ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમમાં ફક્ત પુરૂષ ઉમેદવારે ૩૦-દિવસ નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહેશે.જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધ્ધિક કસોટી માટેની નિ:શુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી મુજબ પ્રતિદિન લેખે રૂ.૧૦૦/- સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે સ્ટાઈપેન્ડ મેળવવા માટે ૮૦ ટકા હાજરી ફરજિયાત છે. જેમાં આણંદ જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા…
Read Moreઆણંદ જિલ્લા રોજગાર કચેરી નિ:શુલ્ક ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,આણંદ દ્વારા આગામી સમયમાં ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગ આણંદ ખાતે શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમમાં ફક્ત પુરૂષ ઉમેદવારે ૩૦-દિવસ નિવાસી વર્ગમાં હાજર રહી તાલીમ મેળવવાની રહેશે. જેમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌધ્ધિક કસોટી માટેની નિ:શુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે તથા ઉમેદવારોની હાજરી મુજબ પ્રતિદિન લેખે રૂ.૧૦૦/- સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે(સ્ટાઈપેન્ડ મેળવવા માટે૮૦ ટકા હાજરી ફરજિયાત). જેમાં આણંદ જિલ્લાના.મેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા તાલીમ મેળવલ હોય તે…
Read Moreમંગળવારે ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.08મી જૂલાઇ,2025ને મંગળવારના રોજ સવારના 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્ષી બિલ્ડિંગ, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર/ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ (કંપની)માં બી.ઇ.સિવિલ, ડિપ્લોમા સિવિલ, આ.ટી.આઇ. સિવિલ સર્વેયર, ઓટોકેડ અને કોમ્પુટરના જાણકાર, સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લાયસન્સી સર્વેયર, સેલ્સ ઓફિસર વગેરેની જગ્યાઓ ભરવાની છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી…
Read Moreબાગાયતી ખેતી કરતા અનુસૂચિત જાતિના ખેડુતો વિવિધ સહાયલક્ષી યોજના માટે તા.૧૯ જુલાઈ સુધી અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ જેવી કે કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પેદાશની વેચાણ વ્યવસ્થા માટે પેકીંગ મટીરીયલ્સમાં સહાયનો કાર્યક્રમ, કાચા-અર્ધપાકા-પાકા મંડપ, કમલમ ફળ (ડ્રેગન ફૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પર પૈકીંગ/શોર્ટી/ગ્રેડીંગ અને સંગ્રહ એકમો, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના (આંબા તથા લીંબુ ફળપાક), કોપ કવર (શાકભાજી પાકો માટે), કોપ કવર/ બેંગ (કેળ/પપૈયા પાક માટે), કુટ કવર (આંબા,દાડમ, જામફળ, સિતાફળ, કમલમ) તથા સામાન્ય…
Read Moreઅમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ
હિન્દ ન્યુઝ, અમદાવાદ 📌 તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ,…
Read Moreનર્મદા જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪મી જૂલાઈના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીની કચેરી ખાતે તા.૨૩મી જૂલાઈ-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪મી જૂલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારો પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ જૂલાઈ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. તેની બે નકલો સંબંધિત…
Read Moreસપ્તાહમાં એકવાર હવે બાળકો પણ કહેશે શિક્ષણ બોજ નથી, દફતરનો ખભે ભાર નહી, રમત-ગમત-યોગ અને મેદાની કરવાની મઝા છે
હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લઇ શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ કરી એક નવી દિશા બાળકોને આપી છે. આ પહેલ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં હવે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને બેગ અને પાઠ્યપુસ્તક વિના અભ્યાસનો રસપ્રદ અનુભવ કરાવવાનો છે. કાયમી બોજમાંથી એક દિવસ મુક્ત મળે હળવા ફૂલ થઇને હોશે હોશે શાળા જવાનો દિવસ. નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના નેતૃત્વમાં તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે ની…
Read More