દાહોદ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ દેવગઢ બારિયામાં આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગતાળા અને સેવાનિયા ગ્રામમાં આજરોજ પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરી Transect Walk નું સંચાલન કરી Village Action Plan વિશે સમજૂતી આપી હતી.

ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.

આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. “આદિ કર્મયોગી વિકસિત ભારતનું મિશન છે. જનસેવા, સમર્પણ અને સંકલ્પના માધ્યમથી દરેક નાગરિકને પ્રભાવશીલ શાસન અને સેવાના સંપૂર્ણ લાભો પૂરા પાડવાનું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓને તાલીમ સાથે વિલેજ એક્શન પ્લાન તૈયાર કરી તે અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે આદિસાથીઓ અને સહયોગીઓ સાથે ગામમાં ટ્રાન્ઝિટ વોક કરવામાં આવી હતી.

 આ દરમિયાન ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર, બ્લોક માસ્ટર ટ્રેનર, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, ગામના સભ્યો, લોક આગેવાનો, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment