પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણીના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ના સંદર્ભમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૫૨ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ શિબિર દરમ્યાન ગામના સરપંચ કાળુભાઈ નરસિંહ ભુરીયા નિક્ષય મિત્ર બનીને ૦૨ ટીબીના દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી હતી. કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજાઈ અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી, જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ગ્રામજનોનો સહકાર રહ્યો હતો.

Related posts

Leave a Comment