હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ પ્રાકૃતિક કૃષિ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ રાષ્ટ્રીય મિશન છે પ્રાકૃતિક કૃષિના અભિયાનને મિશનરૂપે અપનાવી અન્યોને પ્રેરીત કરીએ પાંચ આયામો સાથે પુરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિને અપનાવવાથી પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન પ્રાપ્ત થાય છે કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
Read MoreDay: May 25, 2025
રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’ યોજાઈ હતી,જેમાં કૃષિ વિભાગના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા ૩૨ બહેનોને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન વિષયક થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું. આ તાલીમનો ઉદ્દેશ રાસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો છે. તાલીમમાં રહેણાંક અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.હવે આ બહેનો પોતપોતાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે માહિતી આપીને અન્યોને પણ પ્રશિક્ષીત બનાવશે.
Read Moreરાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 1,241 વિદ્યાર્થીઓએ 570 ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. SSIP2.0ના આવા જ એક પ્રોજેક્ટ હેઠળ 24 વર્ષીય કૃપા બોડાએ માત્ર રૂ.15,000ની મૂડીથી “મોરિક ડીલાઇટ” નામની પૌષ્ટિક ચોકલેટ તૈયાર કરી છે, જે સરગવાની શીંગ જેવા આરોગ્યપ્રદ શાકભાજીમાંથી બનેલી છે. ચેતન ઠાકર અને ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ તેનું આ પ્રોજેક્ટ SSIPમાં પસંદ થયું હતું. કૃપાએ ચોકલેટ માટે FSSAI નોંધણી અને લેબ ટેસ્ટ પણ કરાવ્યા છે અને હવે પેટન્ટની દિશામાં આગળ વધી રહી…
Read Moreનવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય
હિન્દ ન્યુઝ, દિલ્હી માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજભાઈ જોશી પણ જોડાયા હતા. વિકસિત ભારત- 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી
Read Moreજામનગર મહાનગરપાલિકા તથા ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર મહાનગરપાલિકા તથા ICDS વિભાગ દ્વારા ટાઉનહોલ ખાતે પોષણ સંગમ (Protocol for Management of Malnutrition in Children) કાર્યક્રમ અંતગર્ત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશ્નર ડી.એન.મોદી તથા જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કમિશ્નરએ સમુદાય આધારિત વ્યવસ્થાપનનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી આપી હતી. આઈ.સી.ડી.એસ.(રાજકોટ ઝોન)ના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ દ્વારા પોષણ અંગેની જાગૃતતા તેમજ C-MAM & amp; EGF કાર્યક્રમની અગત્યતા, તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત જામનગર જિલ્લાનું ન્યુટ્રીશનલ સ્ટેટ્સ વિશે જાણકારી આપવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ…
Read Moreજામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર તારીખ ૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલિટેકનિક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ,વાલસુરા રોડ,જામનગર ખાતે યોજવામાં આવશે જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડશે. આ સેમિનારનો ઇચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read More