“ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા…” હિન્દ ન્યુઝ, જામનગર અખંડ ભારતનું સપનું લઈ અને દેશના ટુકડા ન થવા દેવાના સાકાર સપના સાથે 19 મે 1910 માં નથુરામ ગોડસેજીએ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં જન્મ લીધો. રાષ્ટ્ર માટે કઈક કરી છૂટવા ના લક્ષ્ય સાથે આગળ વધતા કટ્ટર હિન્દુવાદી અને દેશના મહાન રાષ્ટ્ર ભક્ત પંડિત મહાત્મા નથુરામ વિનાયક ગોડસે ના જન્મદિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં પોતાના કાર્યાલય ખાતે ગોડસેજીની પ્રતિમા ને ફુલહાર તેમજ આરતી કરી સૈનિકોમાં મીઠાઈઓ ખવડાવીને ઉમંગ અને ઉત્સાહથી જન્મ દિવસની ઉજવણી કરી સત સત નમન કર્યા…
Read MoreDay: May 21, 2025
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ની ઉજવણી સંપન્ન થઈ
હિન્દ ન્યુઝ, ધરમપુર આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે ધરમપુર ખાતે આવેલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) અને ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે 18 મે, 2025 ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય” (The Future of Museums in Rapidly Changing Communities) વિષય પર આધારિત આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્રમાં સવારે 9:30 થી સાંજે 5:30 સુધી મુલાકાતીઓ માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેનો લાભ 815 જેટલા મુલાકાતીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. વિજ્ઞાન કેન્દ્ર…
Read Moreવેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં રહેતા કારખાનાના શ્રમિક વિજયભાઈ વાઘેલાને આવકનો દાખવો કઢાવવો છે. દિવસે કારખાનાનું કામ હોય, જો બીજા કોઈ ગામમાં રહેતા હોત તો કપાત પગારે રજા પાડી, દાખલા માટે દિવસે દોડાદોડી કરવી પડી હોત. પરંતુ તેમને ખબર છે કે, વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દરરોજ રાતે મોડે સુધી ખુલ્લી રહે છે. આથી તેમને નિરાંત છે અને કપાત પગારે રજા પાડવાની જરૂર નથી. રાતે તે જમીને આરામથી પંચાયત કચેરી જાય છે. સ્ટાફ સહર્ષ દાખલો કાઢી આપે છે અને તલાટીની સહી પછી,…
Read Moreગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન
શું તમે જાણો છો? સિંહ વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? વન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા એકત્રીકરણ માટેની પ્રક્રિયા ખરેખર જાણવા લાયક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગાંધીનગરથી જાહેરાત હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાકીય માહિતીની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 જેટલી થઈ હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી…
Read Moreપાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકામાં દેદરડા-૩૫, ચોંડા-૫૧, મોટી પાણીયાળી-૯૯, બહાદુરગરઢ-૬૯, ભુતડીયા-૧૦૫, મોટી પાણીયાળી (વાડી) -૧૧૩, સીટી-તળાવ વિસ્તાર- ૬/૧૪ જેવી શાળાઓ ખાતે પી.એમ.પૌષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ઉંમર ૨૦ થી ૬૦ વર્ષ વચ્ચેની હોય તેવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. વિધવા, નિરાધાર મહિલાઓ, ત્યક્તાને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી, પાલીતાણા ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર પાલીતાણાની યાદીમાં જણાવાયું છે.
Read More