“ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા…”
હિન્દ ન્યુઝ, જામનગર
અખંડ ભારતનું સપનું લઈ અને દેશના ટુકડા ન થવા દેવાના સાકાર સપના સાથે 19 મે 1910 માં નથુરામ ગોડસેજીએ મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં જન્મ લીધો. રાષ્ટ્ર માટે કઈક કરી છૂટવા ના લક્ષ્ય સાથે આગળ વધતા કટ્ટર હિન્દુવાદી અને દેશના મહાન રાષ્ટ્ર ભક્ત પંડિત મહાત્મા નથુરામ વિનાયક ગોડસે ના જન્મદિવસ નિમિત્તે હિન્દુ સેનાએ જામનગરમાં પોતાના કાર્યાલય ખાતે ગોડસેજીની પ્રતિમા ને ફુલહાર તેમજ આરતી કરી સૈનિકોમાં મીઠાઈઓ ખવડાવીને ઉમંગ અને ઉત્સાહથી જન્મ દિવસની ઉજવણી કરી સત સત નમન કર્યા હતા.
નથુરામ ગોડસેની અંતિમ ઇચ્છા હતી કે સિંધુ નદી અખંડ ભારતમાં વહે ત્યારે સિન્ધુ નદીમાં તેમની અસ્થી વિસર્જન કરવામાં આવે. હિન્દુ સેના પણ હિન્દુ રાષ્ટ્રને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા આખરી દમ તક લડવાની તૈયારી સાથે આગળ વધી રહી છે. ત્યારે જન્મ દિવસ ની ઉજવણી સમયે નથુરામ ગોડસેજી ના ફોટા વાળા મોટા સ્ટીકરો જે સ્વેચ્છાથી પોતાની દુકાન, ઓફિસ કે ઘરે લગાવા માંગતા હતા ત્યાં હિન્દુ સેના સૈનિકો જાતે જઈ લગાવી અને આ ગોડસેજીની વિચારધારાની જ્વાળા હંમેશા જલતી રહે તે માટે સંકલ્પબદ્ધ થયા હતા.
રિપોર્ટ : પ્રતિક ભટ્ટ, જામનગર
