પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ વૃક્ષારોપણ કરાયું હતું તેમજ શાળાઓ હરિયાળી બને એ માટે શાળાઓને ૧૦૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરાયું હતું.

આ બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવના આયોજન તેમજ અન્ય શાળાકીય પ્રવૃત્તિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અમદાવાદની દુર્ઘટનામાં સદગત્ ના આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળી અને તમામ શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ, બી.આર.સી વેરાવળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ટી.પી.ઈ.ઓ હરદાસભાઇ નંદાણીયા અને બી.આર.સી કિશોરભાઈ સોલંકી દ્વારા તાલુકાની તમામ શાળાઓને ૧૦૦૦ જેટલાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment