હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર ૦૭ થી ૧૫ વર્ષના બાળકોને સવારના ૭ થી ૯ વાગ્યા સુધી પ્રશિક્ષિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુકત ગુજરાત’ અભિયાનને વેગવંતુ કરવા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત બાળકો શાળાના વેકેશનનો સદુપયોગ કરી શકે તે આશયથી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ સમર યોગ કેમ્પમાં જોડાવવા માટે WWW.GSYB.I લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કેમ્પમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં…
Read MoreDay: May 15, 2025
મોરબી જિલ્લામાં વર્ષાઋતુના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન માટે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ બેઠક યોજી મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટરએ જિલ્લાના પાંચે તાલુકાના લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી ભૂતકાળની પરિસ્થિતિના અભ્યાસ તેમજ યોગ્ય સર્વે પરથી ચોમાસામાં કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય આયોજન કરવા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો લોકોને સ્થળાંતરિત કરવા, ભારે વરસાદની પરિસ્થિતિમાં જો વીજપોલ પડી જાય તો તે માટે વધારાના વીજ પોલ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા, નદીના પટમાં બિનજરૂરી અવરોધ દૂર…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી મે અને જૂન-ર૦ર૫ ના માસ દરમ્યાન તા. ૧૬/૫/૨૦૨૫ ના સંકટ ચોથ, તા. ૨૦/૦૫/૨૦૨૫ ના કાલાષ્ટમી, તા.૨૫/૦૫/૨૦૨૫ ના શિવરાત્રિ, તા. ૩૦/૦૫/ર૦ર૫ ના વિનાયક ચોથ, તા. ૦૩/૦૬/૨૦૨૫ ના દુર્ગાષ્ટમી, તા. ૦૬/૦૬/૨૦૨૫ ના ભીમ અગિયારસ તથા તા. ૦૭/૦૬/૨૦૨૫ ના રોજ બકરી ઈદ વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ,…
Read Moreઓપરેશન સિંદૂર અન્વયે ભાવનગર રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 580 જેટલાં યુનિટ બ્લડ એકત્ર કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ઓપરેશન સિંદૂર અન્વયે રાજ્ય સરકાર અને ભાવનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શનથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ઈમરજન્સી માટે ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેથડ, ફર્સ્ટએઈડ, સિપીઆર તાલીમ અને રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને ઈમરજન્સીમાં રક્ત મળી રહે તે માટે અલગ અલગ 7 જેટલાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. જેમાં 580 જેટલાં યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ભાવનગર પોલીસ, રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એશોસિઅન, કાળાતળાવ ગ્રામ પંચાયત, તખતેશ્વર રેસિડેન્સીના લોકો સ્વેચ્છાએ જોડાયા હતા. અલગ અલગ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે. વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G”…
Read Moreબોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની જિલ્લા આયોજન મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૯૯૧.૦૮ લાખના ૨૭૪ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. તાલુકા આયોજન સમિતિ તરફથી રજુ કરવામાં આવેલા રૂ.૪૩૧ લાખની જોગવાઈ સામે ગ્રામ્ય કક્ષાએ પેવર બ્લોક, સી.સી.રોડનાં કામો, કોઝ-વેનાં કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની લાઈન અને બોર-મોટરના કામો, પુર સંરક્ષણ દિવાલ,…
Read Moreનાગરીક સંરક્ષણ દળ (સીવીલ ડિફેન્સ) બોટાદની કચેરીના કામે સ્વયંસેવકોના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ નાગરીક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ), બોટાદના કામે સ્વયં સેવકોના રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અત્રેની બોટાદ સીટી મામલતદાર કચેરી ખાતે તા.૧૪/૦૫/૨૦૨૫ થી ૧૭/૦૫/૨૦૨૫ સુધી સ્વયંસેવકોના રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી અરજી કરવાની રહેશે તેમ મામલતદાર, બોટાદ(શહેર) દ્વારા જણાવાયું છે.
Read More