ઓપરેશન સિંદૂર અન્વયે ભાવનગર રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 580 જેટલાં યુનિટ બ્લડ એકત્ર કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ઓપરેશન સિંદૂર અન્વયે રાજ્ય સરકાર અને ભાવનગર જિલ્લા કલેકટરના માર્ગદર્શનથી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ઈમરજન્સી માટે ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેથડ, ફર્સ્ટએઈડ, સિપીઆર તાલીમ અને રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને ઈમરજન્સીમાં રક્ત મળી રહે તે માટે અલગ અલગ 7 જેટલાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. જેમાં 580 જેટલાં યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં ભાવનગર પોલીસ, રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એશોસિઅન, કાળાતળાવ ગ્રામ પંચાયત, તખતેશ્વર રેસિડેન્સીના લોકો સ્વેચ્છાએ જોડાયા હતા. અલગ અલગ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા ,પૂર્વ શહેર ભાજપા પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, પૂર્વ મેયર સુનિલભાઈ વડોદરિયા, અગ્રણી તબીબ એમ. આર. કાનાણી, રોટરી પ્રમુખ હરિકૃષ્ણ પારેખ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એશોસિએસનના પ્રમુખ કે.કે.ગોહિલ અને ઉપપ્રમુખ આનંદભાઈ ઠક્કર, દાસ પેંડા વાળા ભવનેશભાઈ મહેતા તથા વિરલભાઈ વળિયા, અપૂર્વભાઈ શેઠ, દર્શકભાઈ શાહ, કૌશલભાઈ ચંદારાણા, કલ્પેશભાઈ ભટ્ટ, આનંદભાઈ ખસિયા, આરીફભાઈ કાલવા, સહિતના અગ્રણીઓએ રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી ચાલતી રક્તદાન શિબિરની મુલાકાત લઇ રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Related posts

Leave a Comment