મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવતીકાલ તા.7 મે, 2025ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની આપવામાં આવેલ સૂચનાના સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ બાબતની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠકમાં GEB, અગ્નિશામક, વન વિભાગ, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેકટરની કચેરીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમીશ્નરની કચેરીઓ જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલ માત્ર સતર્કતા અને પૂર્વ…

Read More

ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી

હિન્દ ન્યુઝ, મોરબી       સફાઈ કામદારોને આવાસ માટે ચાર હપ્તામાં રૂ. ૧.૭૦ લાખની સહાય મળવા પાત્ર, https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ કે કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને રહેણાંકના પાકા આવાસો મળી રહે તે માટે રાજ્યમાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને રૂ.૧,૭૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર છે, જે અરજદારને ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન…

Read More

રાજકોટ જિલ્લાનાં રાજ સમઢીયાળા ગામમાં માત્ર ૧૦ ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે

હિન્દ ન્યુઝ, રાજકોટ       સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં સરકાર દ્વારા ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા કેચ ધ રેઈન એટલે કે વરસાદના ટીપાં ટીપાંને ઝીલીને જમીનમાં સિંચન કરવાના અભિયાનથી રાજકોટ જિલ્લાનાં રાજ સમઢીયાળા ગામમાં માત્ર ૧૦ ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે. સરકારના ‘કેચ ધ રેઈન’ અને ‘સુજલામ સુફલામ’ જળ અભિયાનના ઉત્કૃષ્ટ પરિણામે રાજ સમઢીયાળા ગામ ભૂગર્ભ જળસિંચનમાં અન્યો માટે સર્વશ્રેષ્ઠ પ્રેરણારૂપ બન્યું છે. આપણા ખેતી આધારિત દેશ માટે પાણીએ વિકાસ માટેની પ્રાથમિક જરૂરિયાત છે, તેમ જણાવતા રાજ સમઢીયાળા ગામના સરપંચ તેમજ જળસિંચન માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન ધરાવતા શ્રી હરદેવસિંહ જાડેજાએ…

Read More

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યુઝ, મોરબી      હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક/ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્યરીતે ઢાકી દેવું…

Read More

વિદ્યાના હબ બની રહેલા મોરબી જિલ્લાની હેટ્રિક

હિન્દ ન્યુઝ, મોરબી સિરામિક નગરી મોરબી જિલ્લો બની રહ્યો છે વિદ્યાનગરી; જિલ્લાના ૪૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૨૬૧ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો       સિરામિક ઉદ્યોગની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રેસર મોરબી જિલ્લો ઉદ્યોગ નગરીની સાથે હવે વિદ્યાનગરી બની રહ્યું છે. શિક્ષણક્ષેત્રે કરવામાં આવેલા અથાગ પ્રયાસો અને તનતોડ મહેનત થકી મોરબી જિલ્લો શિક્ષણમાં અવ્વલ બની રહ્યો છે. ત્યારે શિક્ષણના ક્ષેત્રે હેટ્રિક મારીને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ૯૨.૯૧ ટકા સાથે સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.       શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ધોરણ ૧૨ વિજ્ઞાન…

Read More

૧૪ વર્ષથી નાના બાળકોને કામે રાખવા તથા ૧૪ થી ૧૮ વર્ષના કિશોરને જોખમી વ્યવસાયોમાં કામે રાખવા ગુનો; સજા અને દંડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, મોરબી      કાયદાનો ઉલ્લંઘન થતો જણાય તો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ રૂબરૂ અથવા ૦૨૮૨૨ ૨૪૩૪૧૦ નંબર પર ફરિયાદ કરવી       બાળકો દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય, સલામતી અને તેમનો સમગ્ર વિકાસએ સૌથી અગત્યની પ્રાથમિકતા છે. બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ ની જોગવાઈઓ જે ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઇ પણ પ્રકારના કામ અને પ્રક્રિયાઓમાં રાખવા પર પ્રતિબંધ મૂકે છે અને જોખમી વ્યવસાયો અને પ્રક્રિયાઓમાં કિશોરોને (૧૪ થી ૧૮ વર્ષ) રાખવા પર પ્રતિબંધ મૂકે છે.      …

Read More

ભારત સરકારની ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલસીડ’-(NMEO-OS) યોજનામાં વિવિધ એકમોને વેલ્યુ ચેઈન પાર્ટનર્સ બનવાની તક 

હિન્દ ન્યુઝ, સુરત       ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલસીડ’-(NMEO-OS) યોજના અમલી છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન વેલ્યુ ચેઈન પાર્ટનર્સ (VCPs) પાસે કામગીરી થશે. રાજ્યમાં જિલ્લાવાર વેલ્યુ ચેઈન પાર્ટનર્સ નક્કી કરવાની કામગીરી માટે યોજનાની ગાઈડલાઇન મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના FPOs/સહકારી એકમો, પબ્લિક કોર્પોરેશન્સ, સક્રિય APMC પાસેથી ‘કૃષિ પ્રગતિ પોર્ટલ’ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં આ કામગીરી કરવા માટે રસ ધરાવતી ઉપરોક્ત સંસ્થાઓએ ખેતી નિયામક કચેરીના ‘કૃષિ પ્રગતિ પોર્ટલ’ (વેબસાઇટ- https://krushipragati.co.in) પર તા.૧૦-૦૫-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. VCP…

Read More

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં સગર્ભા, બાળકો સહિત ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરાયું

હિન્દ ન્યુઝ, મોરબી         રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ માટે અનેકવિધ આયોજન કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં સમગ્ર વર્ષ દરમિયાન સગર્ભા તેમજ બાળકો મળી કુલ ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.      …

Read More

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત       સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી હતી અને સહકારી યુવા આગેવાન તથા તળાદ કોટન મંડળીના ડિરેક્ટર વિશાલ પટેલ(તળાદ) સહિતના સહકારી આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

Read More