ભારત સરકારની ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલસીડ’-(NMEO-OS) યોજનામાં વિવિધ એકમોને વેલ્યુ ચેઈન પાર્ટનર્સ બનવાની તક 

હિન્દ ન્યુઝ, સુરત

      ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલસીડ’-(NMEO-OS) યોજના અમલી છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન વેલ્યુ ચેઈન પાર્ટનર્સ (VCPs) પાસે કામગીરી થશે. રાજ્યમાં જિલ્લાવાર વેલ્યુ ચેઈન પાર્ટનર્સ નક્કી કરવાની કામગીરી માટે યોજનાની ગાઈડલાઇન મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના FPOs/સહકારી એકમો, પબ્લિક કોર્પોરેશન્સ, સક્રિય APMC પાસેથી ‘કૃષિ પ્રગતિ પોર્ટલ’ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં આ કામગીરી કરવા માટે રસ ધરાવતી ઉપરોક્ત સંસ્થાઓએ ખેતી નિયામક કચેરીના ‘કૃષિ પ્રગતિ પોર્ટલ’ (વેબસાઇટ- https://krushipragati.co.in) પર તા.૧૦-૦૫-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. VCP તરીકેની કામગીરી અને લાયકાતની વિગતો આ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, જિ.પંચાયતની યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment