અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા માટે સજ્જ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી. અમદાવાદ શહેર પોલીસની ઝુંબેશ દ્વારા તબક્કાવાર આજદિન સુધી કુલ 210 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડીટેઈન કરવામાં આવેલ છે. ત્યારબાદ, ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ અધિકારીઓ સાથે આગામી કામગીરી અંગે બેઠક કરવામાં આવી.

Read More

મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

હિન્દ ન્યુઝ, ભુજ     રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્‍યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી.  પ્રસ્‍તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા…

Read More

ભાડૂઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

હિન્દ ન્યુઝ, ભુજ      ગુપ્તચર સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજીક તત્વો કચ્છ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમ છે. કરે તેમજ માનવ જીદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે તેમ છે. બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઈ મકાન ભાડે રાખીને રહેતા હોય છે. અને જગ્યા વગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતીગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. ભુકંપ બાદ કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા…

Read More

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાયવરો ક્લિનરની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ      જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજિક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, ક્લિનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.    જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાયવરો/ક્લિનરોની વિગત સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં…

Read More

ભાવનગર ગ્રામ્યનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       મે-૨૦૨૫ ના મહિનાનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા. ૨૧/૦૫/૨૦૨૫ અને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ છે.  ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ – મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા: ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવે છે.

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ મે ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ઘોઘા તાલુકા/ ગ્રામ કક્ષાનો મે – ૨૦૨૫ નો તાલુકા/ ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧/૦૫/૨૦૨૫ નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેકટર ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૨/૦૫/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ…

Read More

તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગરમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તળાજા પ્રાંત કચેરી ખાતે મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ મેથળા બંધારા અને સરતાનપર બંધારા પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ આ યોજનામાં બાકી રહેલી તમામ કામગીરીને અગ્રતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. પીવાના પાણી તથા સિંચાઈના કામો સત્વરે પૂર્ણ થાય તેમજ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા અધિકારીઓને નિર્દેશ…

Read More